બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તમારે પ્રોડ્યૂસર સાથે સૂવું પડશે', માત્ર 19 વર્ષની વયે અંકિતા લોખંડેને કરાઇ સેક્સની ઑફર!
Last Updated: 12:50 PM, 24 May 2025
Ankita Lokhande on Casting Couch: ફિલ્મ ઉદ્યોગના ગ્લેમર પાછળ ઘણી કડવી હકીકતો છુપાયેલી છે, અને ઘણી અભિનેત્રીઓએ સમયે-સમયે આ અંગે ખુલીને વાત પણ કરી છે. ઘણી અભિનેત્રીઓ પોતાના અનુભવોમાં એવી હકીકત જણાવી દે છે, જેને સાંભળીને આઘાત લાગે છે. જાણીતી અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતે પોતાની સાથે બનેલો એક દુઃખદ અનુભવ શેર કર્યો. હાલમાં અભિનેત્રી અંકિતા લોખંડે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે, તે ઘણા હિટ શોનો ભાગ રહી ચુકી છે. હાલમાં તે લાફ્ટર શેફ 2 માં જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ટીવી જગતમાં મોટું નામ બનાવનાર અંકિતા ફિલ્મ જગતમાં ખાસ સફળતા પ્રાપ્ત કરી શકી નથી. કાસ્ટિંગ કાઉચ અંગે પોતાનો અનુભવ શેર કરતી અભિનેત્રીએ કહ્યું કે એકવાર એક નિર્માતાએ તેને કામ આપવાના બદલામાં તેનું શરીર માંગ્યું હતું. જ્યારે તેણે પોતાની કારકિર્દી શરૂ કરી ત્યારે તે ફક્ત 19-20 વર્ષની હતી. અભિનેત્રીએ કહ્યું કે તે એક નિર્માતાને મળી જે તેની સાથે સૂવા માંગતો હતો.
19 વર્ષની ઉંમરે થઈ હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર
પોતાના એક જૂના ઇન્ટરવ્યુમાં, અંકિતાએ પોતાના એક ખરાબ અનુભવ વિશે જણાવતા કહ્યું હતું, હું ખૂબ જ સ્માર્ટ હતી. મને ઓડિશન માટે બોલાવવામાં આવી અને તે સમયે હું રૂમમાં એકલી હતી. ત્યારે મારી ઉમર લગભગ 19-20 વર્ષ હતી. તે દરમિયાન, મને પૂછવામાં આવ્યું કે તમારા પ્રોડ્યુસર કોમ્પ્રોમાઈઝ કરાવવા માંગે છે.
અંકિતા લોખંડેએ આગળ કહ્યું, મેં કહ્યું હતું કે મને લાગે છે કે તમારા નિર્માતા એક છોકરી સાથે સૂવા માંગે છે. કારણ કે તે મને સીધું કહી શકતા નથી. પણ હું સમજી ગઈ. મેં કહ્યું કે તે કોઈ પ્રતિભાશાળી છોકરી સાથે કામ કરવા માંગતો નથી. પછી તેણે મારી માફી માંગવાનું શરૂ કર્યું અને કહ્યું કે હું તમને આ ફિલ્મમાં તક આપવાનો પ્રયાસ કરીશ. મેં તેને તે જ ક્ષણે સ્પષ્ટ કરી દીધું કે તમે જે ઇચ્છો છો, એમાં મને રસ નથી અને આટલું કહીને હું ત્યાંથી ચાલી ગઈ.
આ પણ વાંચો: Photos: ઈટલીમાં દરિયાકિનારે વેકેશન મૂડમાં નજરે પડી પ્રિયંકા ચોપરા, બિકીની ફોટાએ તો આગ લગાડી!
નામ બન્યા પછી પણ થઈ શિકાર
આ જ ઇન્ટરવ્યુમાં, અંકિતાએ ખુલાસો કર્યો કે જ્યારે તે ફિલ્મોમાં કામ કરવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે, તેણે ટેલિવિઝનમાં પોતાની ઓળખ બનાવી લીધી હતી. પરંતુ તેમ છતાં, તેને આ પ્રકારના કાસ્ટિંગ કાઉચનો ભોગ બનવું પડ્યું. તેણે કહ્યું કે હું કોઈનું નામ લેવા માંગતી નથી. પણ તે નાનો સ્ટાર નથી પણ મોટો અભિનેતા છે. જણાવી દઈએ કે અંકિતાએ કંગનાની ફિલ્મ મણિકર્ણિકામાં સપોર્ટિંગ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તે રણદીપ હુડા સાથે ફિલ્મ 'સ્વાતંત્ર્યવીર સાવરકર'માં પણ જોવા મળી હતી. પરંતુ તેમની આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.