બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / અલ્લુ અર્જુન બન્યો ભારતનો સૌથી મોંઘો ફિલ્મ સ્ટાર, 100 કે 150 કરોડ નહીં વસૂલી તગડી રકમ

મનોરંજન / અલ્લુ અર્જુન બન્યો ભારતનો સૌથી મોંઘો ફિલ્મ સ્ટાર, 100 કે 150 કરોડ નહીં વસૂલી તગડી રકમ

Last Updated: 04:49 PM, 23 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'પુષ્પા' બાદ અલ્લુ અર્જુન વધુ એક મોટા પ્રોજેક્ટનો ભાગ બન્યો છે. તેને સાઉથના વધુ એક ડાયરેક્ટર સાથે એક ખૂબ મોટી ડીલ સાઇન કરી છે.

સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન છેલ્લા ઘણા સમયથી લોકોનો ફેવરિટ એક્ટર બન્યો છે. તેની ફિલ્મ 'પુષ્પા 2'  એ જે રીતે બોક્સ ઓફિસ પર પરફોર્મ કર્યું હતું તેને જોઈને બધા જ સ્તબ્ધ થઈ ગયા હતા. 'પુષ્પા 2' એ કમાણીના ઘણા રેકોર્ડ તોડ્યા અને ભારતની ત્રીજી સૌથી મોટી ફિલ્મ બનીને સામે આવી. હવે 'પુષ્પા' બાદ અલ્લુ અર્જુન વધુ એક મોટા પ્રોજેક્ટનો ભાગ બન્યો છે. તેને સાઉથના વધુ એક ડાયરેક્ટર સાથે એક ખૂબ મોટી ડીલ સાઇન કરી છે.

allu-arjun-3

અલ્લુ અર્જુન કરશે એટલી સાથે ફિલ્મ, કેટલામાં સાઇન કરી ફિલ્મ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલ્લુ અર્જુન ડાયરેક્ટર એટલી સાથે એક મેગા બજેટ ફિલ્મમાં કામ કરશે. ફિલ્મનો સ્કેલ ખૂબ મોટો છે જેમાં એક્ટરની માસ એન્ટ્રી સાથે ઘણા મસાલેદાર મોમેન્ટ્સ પણ હશે. પિન્કવિલાની રિપોર્ટ અનુસાર, અલ્લુ અર્જુને આ ફિલ્મમાં કામ કરવા માટે 175 કરોડ રૂપિયાની સાથે 15% પ્રોફિટ લેવાની માંગ કરી છે.

સૂત્રો અનુસાર, 'અલ્લુ અર્જુને સન પિક્ચર્સના પ્રોડ્યુસર સાથે 175 કરોડ રૂપિયાની ડીલ સાઇન કરી છે. તેની સાથે જ તેની ફિલ્મના પ્રોફિટથી 15% લેવાની માંગણી સામે આવી છે. આ દરમિયાન કોઈ પણ એક્ટર દ્વારા સાઇન કરેલી સૌથી મોટી ડીલમાંથી એક છે. અલ્લુ અર્જુને પણ ફિલ્મ માટે પોતાની ડેટ્સ ઓગસ્ટ 2025 થી પ્રોડ્યુસર અને ડાયરેક્ટર એટલીને આપી દીધી છે. મેકર્સ ઈચ્છે છે કે તે ફિલ્મની શૂટિંગ ઓગસ્ટથી લઈને ઓક્ટોબર વચ્ચે શરૂ કરી દે. તે પણ આના પર આધાર રાખે છે કે કયા સુધી મેકર્સ આનું પ્રિ-પ્રોડક્શન પૂરું કરશે.'

વધુ વાંચો: Photo : દિશા પટણીએ ગ્લેમરસ અવતારથી વધાર્યું તાપમાન, સ્ટાઇલિશ અદાઓથી ફેન્સ થયા ઘાયલ

અલ્લુ અર્જુન અને એટલીનો મોટો પ્રોજેક્ટ

સૂત્રોએ અલ્લુ અર્જુન અને એટલીના આ પ્રોજેક્ટ વિશે પણ થોડી માહિતી આપે છે. તેમનું કહેવું છે કે, 'ફિલ્મના સ્ક્રીનપ્લેમાં એટલીની દરેક ફિલ્મની જેમ માસી એક્શન, દમદાર એન્ટ્રી સીન, થોડા એલિવેશન પોઇન્ટ્સ અને તમામ મસાલેદાર મોમેન્ટ્સ હશે. આ અલ્લુ અર્જુન અને એટલી માટે ખૂબ મોટો પ્રોજેક્ટ છે. પુષ્પાની સક્સેસ બાદ એક્ટર માટે આ ખૂબ જરૂરી હતું કે તે પોતાનું સ્ટારડમ કોઈ મોટી ફિલ્મ દ્વારા ચાલુ રાખે. આ એક શાનદાર પ્રોજેક્ટ હશે, જેનાથી અલ્લુ અર્જુનનું સ્ટારડમ વધુ ઊંચાઈ પર પહોંચશે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Atlee Bollywood News Allu Arjun
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ