બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:39 AM, 13 May 2025
78th Cannes Film Festival: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ફ્રાન્સના કાન્સ શહેરમાં યોજાય છે. આ ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત 1946માં થઈ હતી. પ્રતિષ્ઠિત 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 13 મે થી 24 મે દરમિયાન યોજાશે. આ 12 દિવસ દરમિયાન આ ફેસ્ટિવલમાં કેટલીક ભવ્ય ફિલ્મોનું પ્રદર્શન યોજાશે. તો સાથે કેટલીક સેલિબ્રિટીઓ રેડ કાર્પેટ પર ગ્લેમર પાથરશે. દર્શકો 13 મેના રોજ બપોરે 2:30 વાગ્યાથી કાન્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર ફિલ્મ ફેસ્ટિવલનું લાઇવ પ્રદર્શન જોઈ શકશે. આ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ રાત્રે 10:45 વાગ્યે શરૂ થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જ્યુરી સભ્યોમાં પાયલ કાપડિયા
આ વખતે કાન્સમાં ભારતીય સિનેમા માટે ગર્વની ક્ષણ છે. ગયા વર્ષની ગ્રાન્ડ પ્રિકસ વિજેતા ફિલ્મ 'ઓલ વી ઇમેજિન એઝ લાઈટ' ના દિગ્દર્શક પાયલ કાપડિયા આ વખતે કાન્સ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્યોમાં સામેલ છે.
આલિયાનું કાન્સમાં ડેબ્યૂ
આ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સોનમ કપૂર જેવી અભિનેત્રીઓ પહેલા ભાગ લઈ ચૂકી છે ત્યારે આ વર્ષે આલિયા ભટ્ટ અને ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયા સહિત અનેક અગ્રણી ભારતીય ફિલ્મ હસ્તીઓ 78મા કાન્સમાં વિવિધ કેટેગરીમાં ભાગ લેશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાની નજર ઐશ્વર્યા રાય પર છે. તે 20 વર્ષથી વધુ સમયથી આ ફેસ્ટિવલમાં હાજરી આપે છે. પરંતુ આ વખતે આલિયા ભટ્ટ પણ જોવા મળશે. તે લોરિયલ પેરિસના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કાન્સના રેડ કાર્પેટ પર જોવા મળશે. આ ઉપરાંત જેકલીન ફર્નાન્ડીઝ અને ઉર્વશી રૌતેલા પણ જોડાશે તેવા અહેવાલ છે.
શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ પણ હજાર રહેશે
અભિનેત્રીઓ શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ સત્યજીત રેની 1970 ની ક્લાસિક ફિલ્મ 'અરણ્યેર દિન રાત્રિ' ના રિસ્ટોર વર્ઝનના ખાસ ખાસ સ્ક્રીનિંગમાં હાજરી આપશે. તે જ સમયે અનુપમ ખેરની દિગ્દર્શિત ફિલ્મ 'તન્વી ધ ગ્રેટ' માર્ચે ડુ ફિલ્મ કેટેગરીમાં પ્રીમિયર થવા જઈ રહી છે. તેઓ પણ આ ઉત્સવમાં ભાગ લઈ શકે છે.
નીરજ ઘેવનની 'હોમબાઉન્ડ'
આ વખતે નીરજ ઘેવનની ફિલ્મ 'હોમબાઉન્ડ' પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. ફિલ્મના કલાકારો આ ફેસ્ટિવલમાં હાજર રહેશે. નિર્માતા કરણ જોહર પણ હાજર રહેશે. આ ઉપરાંત બંને મુખ્ય કલાકારો જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. આ ફિલ્મનું પ્રીમિયર "અન સર્ટેન રિગાર્ડ" સેકશન હેઠળ થશે.
આ પણ વાંચો: TMKOCની આ અભિનેત્રી કરી રહી હતી આર્થિક સંકટનો સામનો, ઘરનું ભાડૂં ચૂકવવા પણ પૈસા નહોતા
કાન્સમાં દર્શાવવામાં આવેલી પહેલી ભારતીય ફિલ્મ
1946માં કાન્સની શરૂઆતથી જ ત્યાં ભારતીય ફિલ્મો બતાવવાનું શરૂ થયું. કાન્સમાં દર્શાવવામાં આવેલી પહેલી ભારતીય ફિલ્મ 'નીચા નગર' હતી. આ ફિલ્મને 'ગ્રાન્ડ પ્રિકસ ડુ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ ડુ ફિલ્મ' એવોર્ડથી નવાજવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગ્રાન્ડ પ્રિકસ એ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો એક એવોર્ડ છે જે ફેસ્ટિવલ જ્યુરી દ્વારા સ્પર્ધાત્મક ફીચર ફિલ્મોમાંથી એકને આપવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT