બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / VIDEO : 'વાયરલ ગર્લ' મોનાલિસા મુંબઈમાં ફરે છે, તેનો ફરી એકવાર વીડિયો થયો વાયરલ
Last Updated: 02:39 PM, 13 May 2025
2025ના મહાકુંભમાં આ વખતે અનેક અવનવી ઘટનાઓ બની. કુંભમાં કેટલાક લોકો પોતાના ખાસ અંદાજને કારણે ચર્ચામાં આવ્યા, તો કેટલાક સાધુઓ પણ પ્રખ્યાત થયા. કુંભમાં ચર્ચાનો કેન્દ્ર બનનાર ‘સુંદર આંખો’ અને માળા વેચતી મોનાલિસાને તો દરેક લોકો ઓળખે છે. મહાકુંભ પૂરું થઇ ગયો છે પણ મોનાલિસાની ફેન ફોલોઇંગ સતત વધી રહી છે. સોશિયલ મીડિયા સહિત અનેક પ્લેટફોર્મ પર તેની ચર્ચા ચાલુ છે. તાજેતરમાં મોનાલિસાનો એક નવો વીડિયો ફરીથી વાયરલ થયો છે.
ADVERTISEMENT
આ વીડિયોમાં મોનાલિસા ફર્રીમાં મોજ મસ્તી કરતી જોવા મળે છે. તેની સાથે ઘણા લોકો પણ હાજર છે. હાલમાં મોનાલિસા મુંબઈમાં છે, જ્યાં તે એક ગીતના શૂટિંગ માટે પહોંચી છે. તમને જણાવી દઈએ કે મોનાલિસા ટૂંક સમયમાં ફિલ્મોમાં પણ દેખાવા જઈ રહી છે અને તે માટે હાલ શૂટિંગમાં વ્યસ્ત છે. પાપારાઝી પણ તેને કેમેરામાં કેદ કરવા ઉત્સુક જોવા મળ્યા.
ADVERTISEMENT
તાજા વાયરલ થયેલા વીડિયોમાં મોનાલિસા ઘાટ પર સવારી કરતી જોવા મળે છે અને તે ખૂબ જ ખુશ દેખાય છે. તે બીચ પર પણ મજા માણવા ગઈ હતી, જ્યાં લોકોને તેની સાથે ફોટા પાડવાની ઉત્સુકતા જોઈ શકાય છે. 'વાયરલ ગર્લ' મોનાલિસાની સાદગીએ ચાહકોને આકર્ષ્યા છે.
આ પણ વાંચો : આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ થશે શરૂ, ઐશ્વર્યાથી લઈને આ સ્ટાર્સનો દેખાશે જલવો
મોનાલિસાને ‘ધ ડાયરી ઓફ મણિપુર’ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવી છે. મહાકુંભમાં ચર્ચામાં આવ્યા બાદ, દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેને પોતાની ફિલ્મ માટે પસંદ કરી હતી. ત્યારથી મોનાલિસા ઘણી ઈવેન્ટ્સમાં સનોજ મિશ્રા સાથે દેખાઈ છે. તેના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT