બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / કોણ છે મલ્હાર ઠાકર સાથે પ્રભુતામાં પગલાં માંડનાર એક્ટ્રેસ? જેઓ ફિલ્મમાં કપલની ભૂમિકા પણ ભજવી ચૂક્યાં છે

photo-story

13 ફોટો ગેલેરી

Photos / કોણ છે મલ્હાર ઠાકર સાથે પ્રભુતામાં પગલાં માંડનાર એક્ટ્રેસ? જેઓ ફિલ્મમાં કપલની ભૂમિકા પણ ભજવી ચૂક્યાં છે

Last Updated: 01:44 PM, 6 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આખરે પૂજા જોશીએ મલ્હાર ઠાકર સાથે તેના લગ્નની જાહેરાત કરી દીધી. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અભિનેત્રીએ જાહેર કરી દીધી કે તે અને મલ્હાર ઠાકર જલ્દી જ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.

1/13

photoStories-logo

1. મલ્હાર ઠાકર કોની સાથે કરશે લગ્ન

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી ફિલ્મના ચાહકોમાં એ વાત ચર્ચાનો વિષય બની હતી કે ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર કોની સાથે લગ્ન કરશે. (Photo: Instagram@Malhar Thakar)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. કરી દીધી લગ્નની જાહેરાત

ઘણીવાર અભિનેતાને આ અંગે સવાલો પણ પૂછવામાં આવ્યા છે, પણ ત્યારે અભિનેતાએ હંમેશા જવાબો આપવાનું ટાળ્યું છે. ત્યારે હવે દરેક ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા અભિનેતાએ જાહેરાત કરી દીધી કે તે જલ્દી જ લગ્ન કરી રહ્યા છે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. પૂજા જોશી સાથે કરશે લગ્ન

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી પૂજા જોષીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવી દીધું કે તે અને મલ્હાર ઠાકર લગ્ન ગ્રંથિથી જોડાશે. દરેક ચર્ચા પર પૂર્ણવિરામ લગાવતા અભિનેતાએ જાહેરાત કરી દીધી છે કે તે નવેમ્બર 2024ના અંતમાં લગ્ન કરશે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી

અભિનેત્રી પૂજા જોશીએ ઇન્સ્ટાગ્રામ પર મલ્હાર સાથેનો ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું, "તમામ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવીએ છીએ. રીલથી રિયલ સુધી.. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ!" (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. પૂજા અને મલ્હારની જોડી લાઇમલાઈટમાં

અહીં ઉલ્લેખનીય છે કે પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે. આ પછી જ તેમના સંબંધોની ચર્ચાઓ ઉઠી હતી. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. નવેમ્બરના અંતમાં કરશે લગ્ન

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રી પૂજા જોષીએ પણ સ્વીકાર્યું કે તે અને મલ્હાર ઠાકર નવેમ્બર મહિનાના અંતમાં લગ્ન કરવાના છે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. વાત વાતમાં વેબસીરીઝ

કોરોનાના સમયે અભિનેત્રીએ મલ્હાર સાથે એક વેબસીરીઝ કરી હતી, વાત વાતમાં. એ સીરીઝથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. વીર ઈશાનું સીમંત

આ પછી બંને લગ્ન સ્પેશિયલ અને વીર ઈશાનું સીમંત નામની ફિલ્મમાં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. પરિવારે આપી મંજૂરી

ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ જણાવ્યું કે ક્યારે અમે એકબીજાને ગમવા લાગ્યા એનો ખ્યાલ પણ ન આવ્યો અને આખરે અમે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. પરિવારના સભ્યોએ પણ અમારા આ નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ગુજરાતી પરંપરા સાથે લગ્ન કરશે

હવે અમે લગ્નગ્રંથિથી જોડાઈશું. જણાવી દઈએ કે 34 વર્ષીય અભિનેતા મલ્હાર ઠાકર 32 વર્ષીય અભિનેત્રી પૂજા જોષી સાથે નવેમ્બર મહિનાના અંતમાં અમદાવાદમાં ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિ સાથે લગ્ન કરશે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. કર્યું છે ઘણી ફિલ્મોમાં કામ

પૂજા જોશીનો જન્મ 28 જૂન 1992ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારતમાં થયો હતો. પૂજા જોશી હું તારી હીર (2022), લવ અતરંગી અને આવું જ રહેશે (2018) માટે જાણીતી છે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. મુંબઈમાં થયો જન્મ

માહિતી અનુસાર, પૂજા જોશીનો જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેના પરિવારનું બેકગ્રાઉન્ડ ડિફેન્સનું છે અને તેના પિતાએ ભારતીય વાયુસેનામાં સેવા આપી હતી. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. બાયોટેકનોલોજીમાં કર્યું ગ્રેજ્યુએશન

પૂજાએ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી બાયોટેકનોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. (Photo: Instagram@Puja Joshi)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Pooja Joshi Photos Malhar Thakar Entertainment

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ