બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / લગ્ન પહેલા જ પ્રેગ્નન્ટ થઇ ચૂકેલી આ ટોપ એક્ટ્રેસ, હવે 8 વર્ષ બાદ લઇ રહી છે છૂટાછેડા!
Last Updated: 03:24 PM, 19 March 2025
ફિલ્મ જગતના સેલિબ્રિટી તેમના અંગત જીવનને લીધે હંમેશા 'ટોક ઓફ ધ ટાઉન' રહે છે. કોણ કોને ડેટ કરી રહ્યું છે, કોણ કોની સાથે લગ્ન કરી રહ્યું છે અને બ્રેકઅપ-ડિવોર્સ સુધી, સેલેબ્સના સિક્રેટ કે પ્રાઇવેટ બાબતો કોઈથી છુપાયેલી રહેતી નથી. આવું જ એક દક્ષિણ કોરિયન ફિલ્મ ઉદ્યોગની જાણીતી અભિનેત્રી લી સી યંગ સાથે થઈ રહ્યું છે, જે લગ્નના 8 વર્ષ પછી તેના પતિથી અલગ થઈ રહી છે. તેણે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કાગળો પણ રજૂ કર્યા છે. છેલ્લા કેટલાક સમયથી, અભિનેત્રીના તેના પતિથી અલગ થવાની અફવાઓ ચાલી રહી છે. હવે આખરે તેને તેમના છૂટાછેડાની અફવાઓની પુષ્ટિ કરી છે. કોરિયન અભિનેત્રી લી સી યંગને સ્વીટ હોમ સીરીઝથી લોકપ્રિયતા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
લી સી યંગ લઈ રહી છે છૂટાછેડા
42 વર્ષીય લી સી યંગ તેના ઉદ્યોગપતિ પતિ ચો સીઓંગ હ્યુન થી અલગ થઈ ગઈ છે. બંનેએ આ વર્ષની શરૂઆતમાં સિઓલ ફેમિલી કોર્ટમાં છૂટાછેડા સંબંધિત કાગળો રજૂ કર્યા હતા. હવે તેમના પણ છૂટાછેડા થઈ ગયા છે. કોરિયન અભિનેત્રીની એજન્સીએ પોતે છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી છે. લી સી યંગની એજન્સી, એસ ફેક્ટરીએ સોમવારે છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી. એજન્સીએ કહ્યું, "તેઓ પરસ્પર સંમતિથી છૂટાછેડા લેવાની પ્રક્રિયામાં છે. આ અભિનેત્રીનું અંગત જીવન છે, એટલે પ્લીઝ સમજો કે અન્ય કોઈપણ સવાલોના જવાબ આપવા મુશ્કેલ છે."
લગ્ન પહેલા જ ગર્ભવતી હતી અભિનેત્રી
દક્ષિણ કોરિયાના કરોડપતિ ઉદ્યોગપતિ ચો સીઓંગ સાથે વર્ષો સુધી સંબંધમાં રહ્યા બાદ, લી સે યંગે જુલાઈ 2017 માં જાહેરાત કરી હતી કે તે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા જઈ રહી છે. તે સમયે તે ગર્ભવતી હતી. બંનેએ સપ્ટેમ્બર 2017 માં લગ્ન કર્યા અને જાન્યુઆરી 2018 માં, અભિનેત્રી એક દીકરાની માતા બની. બંનેને દક્ષિણ કોરિયન ઉદ્યોગના પાવર કપલ કહેવામાં આવતા હતા, પરંતુ હવે તેઓ અલગ થઈ ગયા છે.
આ પણ વાંચો: ચહલ-ધનશ્રી વચ્ચે છૂટાછેડા કન્ફર્મ! જાણો હાઇકોર્ટે શું આદેશ આપ્યો
બોક્સર રહી ચુકી છે લી સી યંગ
લી સી યંગ વિશે વાત કરીએ તો, તેની ગણતરી દક્ષિણ કોરિયન ફિલ્મ ઉદ્યોગની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. તેણે 2008 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ વાઇલ્ડ રોમાન્સ, ફાઇવ સેન્સિસ ઓફ ઇરોસ, લવિંગ યુ અ થાઉઝન્ડ ટાઇમ્સ અને સ્વીટ હોમ જેવા ડ્રામા અને ફિલ્મો કરી છે. તે બોક્સર પણ રહી ચૂકી છે. પહેલા બોક્સિંગ તેનો શોખ હતો, પરંતુ પછીથી તેણે બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ઘણા ખિતાબ જીત્યા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.