બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / કેવી છે ફિલ્મ 'કેસરી 2'? અક્ષય કુમાર અને માધવનનો દમદાર અભિનય, જાણો પ્રથમ રિવ્યૂ

મનોરંજન / કેવી છે ફિલ્મ 'કેસરી 2'? અક્ષય કુમાર અને માધવનનો દમદાર અભિનય, જાણો પ્રથમ રિવ્યૂ

Last Updated: 10:37 AM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી 2'ની રાહ તેના ફેન્સ આતુરતાથી જોઈ રહ્યા છે. ફિલ્મ રીલીઝ થાય એ પહેલા જ ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા દેખાઈ રહી છે. અને હવે ફિલ્મનો પહેલો રિવ્યુ પણ આવી ગયો છે.

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી' લોકોને ખૂબ પસંદ આવી હતી. અને જ્યારથી કેસરી ચેપ્ટર 2' ની જાહેરાત થઈ ત્યારથી લોકોમાં તેને લઈને અલગ જ ઉત્સાહ છે. ફિલ્મનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી જ તે ચર્ચામાં છે અને હવે જ્યારે ફિલ્મનો પહેલો રિવ્યુ સામે આવ્યો છે તેમ લોકો ફિલ્મમાં અક્ષય કુમાર અને આર.માધવનના અભિનયના ભરપૂર વખાણ કરી રહ્યા છે. ત્યાં સુધી કે આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળવો જોઈએ તેવી પણ માંગ ઊભી થઈ છે.

'કેસરી ચેપ્ટર 2' રિવ્યુ

ફિલ્મના રીલીઝ પહેલા મંગળવારે નવી દિલ્હીમાં ફિલ્મનું એક ખાસ સ્ક્રિનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં રાજકીય નેતાઓ હજાર રહ્યા હતા અને તેમણે ફિલ્મ જોઈને ફિલ્મની પ્રશંસા કરી છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ 'કેસરી ચેપ્ટર 2' ફિલ્મનો ડિટેલમાં રિવ્યુ કર્યો હતો. તેમણે ફિલ્મને "ભારતની સ્વતંત્રતા ચળવળ અને જલિયાંવાલા બાગના શહીદોને એક શક્તિશાળી અને ભાવનાત્મક શ્રદ્ધાંજલિ" ગણાવી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ ફિલ્મની પ્રશંસા કરી.

દિલ્હીના મુખ્યમંત્રીએ કર્યા ફિલ્મના વખાણ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ટ્વિટર પર અક્ષય કુમાર, આર માધવન સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું "ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ખૂબ જ પ્રભાવશાળી અને ભાવનાત્મક રીતે દેશભક્તિ, હિંમત અને બલિદાનની ભાવના રજૂ કરે છે. દરેક દ્રશ્ય ગર્વ અને પ્રેરણાથી ભરેલું છે. અક્ષય કુમાર, આર માધવન અને કેસરી ચેપ્ટર 2 ની આખી ટીમને શુભકામનાઓ. ફિલ્મ સ્ક્રીનિંગ માટે મને આમંત્રણ આપવા બદલ કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ એસ પુરીજીનો આભાર."

નેશનલ એવોર્ડ માટે માંગ

ખિલાડી 786 અને હાઉસફુલ 2 માં અક્ષય કુમાર સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રી અસીન થોટ્ટુમકલનો અક્ષય કુમાર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે અને તેના પતિ અને બિઝનેસમેન રાહુલ શર્માનો પણ અક્ષય કુમાર સાથે સારો સંબંધ છે. 'કેસરી ચેપ્ટર 2' ની પ્રશંસા કરતા રાહુલે ઇન્સ્ટાગ્રામ પર એમ પણ લખ્યું "આપણે બધાએ ઇતિહાસના પુસ્તકોમાં જલિયાંવાલા બાગ વિશે વાંચ્યું છે, પરંતુ કેસરી 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં આજે મેં જે વાસ્તવિકતા જોઈ તે માટે કોઈ તૈયારી તમને તૈયાર કરી શકતી નથી. હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી કે હું કેટલો ભાવુક થઈ ગયો છું. આ એવી સામગ્રી છે જે રાષ્ટ્રીય પુરસ્કારને પાત્ર છે. અક્ષય કુમાર અને માધવન દ્વારા શાનદાર અભિનય, તેને ચૂકશો નહીં."

વધુ વાંચો: એક સ્ટેપ માટે 30 દિવસ સુધી રિહર્સલ, 10 ફ્લોપ ફિલ્મ પછી એક્ટ્રેસને એક ગીતે બનાવી સુપરસ્ટાર

'કેસરી 2' રીલીઝ ડેટ

કરણ સિંહ ત્યાગી દ્વારા દિગ્દર્શિત 'કેસરી ચેપ્ટર 2: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાંવાલા બાગ' રઘુ પલટ અને પુષ્પા પલટના પુસ્તક 'ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર' પર આધારિત છે. આ ફિલ્મ 18 એપ્રિલ 2025 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kesari 2 Akshay Kumar First Review
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ