બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / 'હવે બહુ થયું..' તેજસ્વી પ્રકાશ સાથે લગ્નની વાતો પર અકળાઇ ઉઠ્યો કરણ, લખી લાંબી લચક પોસ્ટ
Last Updated: 12:34 PM, 12 April 2025
(ફોટો ક્રેડિટ: kkundrra)
ADVERTISEMENT
ટીવીના જાણીતા અભિનેતા કરણ કુંદ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશ ઘણા વર્ષોથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. આ બંનેનું રિલેશનશિપ અનેક લોકો માટે ગોલ્સ બની ગયું છે. હાલમાં બંને દુબઇમાં રજાઓ માણી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર એકબીજા સાથેની અનેક તસવીરો શેર કરી રહ્યા છે. આ દરમિયાન તેમના લગ્ન અને સગાઈને લઈને ઘણી અફવાઓ ફરી રહી છે. એવા પણ દાવા થઇ રહ્યા છે કે બંને જલ્દી લગ્ન કરી રહ્યા છે. જોકે હવે કરણ કુંદ્રાએ આ બધાની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
શુ હતું કરણ કુંદ્રાના ગુસ્સાનું કારણ?
કરણ કુંદ્રાએ પોતાના X હેન્ડલ પર લખ્યું: “ડિઅર ન્યુ એજ ટેબ્લોઈડ્સ, હું હવે તંગ આવી ગયો છું કે તમે આ વર્ષે કે પછીના વર્ષે મારા જોર જબરદસ્તીથી લગ્ન કરાવશો, કોઈ રિયાલિટી શોમાં મારી સગાઈ જાહેર કરશો, ફક્ત એટલા માટે કે અમે દુબઇમાં છીએ! હું સમજું છું કે તમને આટલાથી અનેક નંબર મળતા હશે, અને આજકાલ બધું એની આસપાસ જ છે. પણ ઘણા લોકો માટે હું અને મારા એજન્ટ ફક્ત એક ફોન કૉલના અંતરે છીએ... તમે ફોન કરીને પુષ્ટિ શા માટે નથી કરતા? હવે થોડું વધારે થતું નથી લાગતું? મારા લગ્ન, સગાઈ, રોકા, બચ્ચું, બ્રેકઅપ કે મિડલાઈફ ક્રાઈસિસ – આ બધું હું પોતે જાહેર કરીશ... પ્લીઝ! પ્રેમ અને એંગેજમેન્ટ હંમેશા તમારી સાથે છે.”
Dear new age tabloids I’m sick of you marrying me off this year or next, announcing my engagement on a reality show, just coz we’re in Dubai.. I understand it gives you a lot of numbers and it’s all about that these days apparently but to most of you me or my agent are just a…
— Karan Kundrra (@kkundrra) April 11, 2025
દુબઇમાં છે કરણ અને તેજસ્વી
કરણ કુંદ્રાએ શુક્રવારે તેજસ્વી સાથે કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી, જે દુબઇની હતી. આ તસવીરો સાથે તેણે મજાકમાં લખ્યું: “બધું એ.આઈ. છે, અમે તો નાગપુરમાં છીએ.”
વધુ વાંચો: CIDમાં આવશે રોમાંચક વળાંક! ACP પ્રદ્યુમનની સફરનો અંત નહીં, ચાહકો ખુશી સાથે બન્યા આતૂર
બિગ બોસના ઘરમાં શરૂ થઈ હતી લવ સ્ટોરી
કરણ અને તેજસ્વીની લવ સ્ટોરી ‘બિગ બોસ 15’ના ઘરમાં શરૂ થઈ હતી. બંને એકસાથે એ સીઝનમાં હતા અને તેમની વચ્ચેની બોન્ડિંગ દર્શકોને ખુબ જ ગમી હતી. ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ એકબીજાના પરિવારને પણ મળી ચૂક્યા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતા રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.