બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 'બોલિવૂડમાં બીજાઓને....', કૈફના ઓનસ્ક્રીન હીરોએ ઈન્ડ્રસ્ટ્રીઝના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો

મનોરંજન / 'બોલિવૂડમાં બીજાઓને....', કૈફના ઓનસ્ક્રીન હીરોએ ઈન્ડ્રસ્ટ્રીઝના અનેક રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો

Last Updated: 08:41 PM, 12 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીલ નીતિન મુકેશ અત્યારે તેની આગામી વેબ સિરીઝના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેને એક જગ્યાએ આપેલા ઇન્ટરવ્યૂમાં બોલિવૂડના અમુક રહસ્યો ખોલ્યા છે.

બોલિવૂડના હેન્ડસમ હીરો નીલ નીતિન મુકેશે અત્યાર સુધી પોતાના કરિયારમાં 31 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. નીલ નીતિન મુકેશે, જે કેટરિના કૈફના ઓનસ્ક્રીન હીરો પણ રહી ચૂક્યો છે તેને તાજેતરમાં બોલિવૂડના ઘેરા રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો છે. નીલ નીતિને જણાવ્યું કે બોલિવૂડમાં બીજાની બરબાદીને કેવી રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. એટલું જ નહીં, તેને બોલિવૂડમાં ટોક્સિસિટી અને કામ ન મળવા વિશે પણ ખુલીને વાત કરી છે. અત્યારે નીલ તેની આગામી વેબ સિરીઝ 'હૈ જુનૂન'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક જગ્યાએ આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં નીલ નીતિન મુકેશે બોલિવૂડના અનેક રહસ્યો ખોલ્યા છે.

Vtv App Promotion 1
  • બોલિવૂડમાં છે ટોક્સિક વાતાવરણ
    નીલે  વાતચીત દરમિયાન જણાવ્યું કે, 'બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકો એવા છે જે બીજાની બરબાદી પર સેલિબ્રેટ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં નકારાત્મકતા અને ટીકા એટલી વધી ગઈ છે કે વાતાવરણ ટોક્સિક બની ગયું છે. એકબીજાની સફળતા વિશે વાત કરવાને બદલે લોકો બીજાની નિષ્ફળતાઓની મજાક ઉડાવી રહ્યા છે. એક્ટરને તેમના દેખાવ અને બોડી માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને કોઈ તેમની એક્ટિંગ પર ધ્યાન આપી રહ્યું નથી. રાજ કપૂરના સમયમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ત્યાગ અને સદ્ભાવનાની ભાવના હતી. પરંતુ અત્યારે લોકો પોતાની સારી બાબતો પર ચોંટી રહે છે અને બીજાઓ સાથે સ્પર્ધા કરે છે. અહીં દરેક વ્યક્તિ પોતાની ઈચ્છાઓ પાછળ દોડી રહ્યા છે જે અહીંનું વાતાવરણ બગાડી રહ્યા છે.

વધુ વાંચો : '....અને અમારી ફાઇલો ખુલી જશે', જાવેદ અખ્તરે જણાવ્યું કે, કેમ બોલીવુડ સરકાર વિરૂદ્ધ નથી જઇ રહ્યું?

  • 2007માં કર્યું હતું ડેબ્યૂ
    ઉલ્લેખનીય છે કે નીલ નીતિને 2007 માં ફિલ્મ જોની ગદ્દારથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ આ પહેલા નીલે વિજય અને જૈસી કરની વૈસી ભરાની જેવી ફિલ્મોમાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. નીલે તેની શરૂઆત બાદ આ દેખના ઝરા અને ન્યૂ યોર્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું. લોકોને ન્યૂ યોર્ક ફિલ્મ ખૂબ જ ગમી અને તેમાં નીલની સાથે કેટરિના કૈફ હિરોઈન હતી. આ ફિલ્મમાં જોન અબ્રાહમને પણ કાસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયની આ ફિલ્મ ફેન્સને ખુબ ગમી હતી અને તેના ગીતો આજે પણ લોકો પસંદ કરે છે. આ ફિલ્મમાં નીલના રોલને પણ ઘણો પ્રેમ મળ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Neil Nitin Mukesh Interview Bollywood
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ