બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:18 PM, 16 April 2025
જાણીતા પ્રોડ્યુસર અરબાઝ ખાન પહેલી પત્ની મલાઇકા અરોરાથી છૂટા પડ્યા પછી વર્ષ 2023માં મેકઅપ આર્ટિસ્ટ શૂરા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. શૂરા સાથે તે ઘણીવાર સ્પોટ થાય છે. હવે ખબર એવી આવી છે કે ખાન પરિવારમાં બાળકનું આગમન થવાનું છે. અરબાઝ ફરી પિતા બનવા જઈ રહ્યો છે. આ ચર્ચાએ ત્યારે જોર પકડયું જ્યારે અરબાઝ અને શૂરા એક મેટરનીટી ક્લિનિકની બહાર નજર આવ્યા.
ADVERTISEMENT
શૂરા ખાન મેટરનિટી ક્લિનિકની બહાર જોવા મળી
અરબાઝ ખાનને તેની એક્સ વાઈફ મલાઈકા અરોરાથી પહેલેથી જ એક પુત્ર છે - અરહાન,જે 22 વર્ષનો છે. એક મેટરનિટી ક્લિનિકની બહારથી વાયરલ થઈ રહેલા વીડિયોએ શૂરા ખાનની પ્રેગ્નેન્સીની અટકળોને વેગ આપ્યો છે.
ADVERTISEMENT
અરબાઝ ખાન અને શૂરા ખાનનો વીડિયો વાયરલ
એવું માનવામાં આવે છે કે શૂરા ખાન પોતાના ચેકઅપ માટે ક્લિનિક પહોંચી હતી. તેની સાથે અરબાઝ ખાન પણ હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે અરબાઝ તેની પત્ની શૂરાનો હાથ પકડીને તેની સંભાળ રાખતો દેખાયો હતો. આ વીડિયો જોઈને ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શૂરા ખાન પ્રેગ્નેન્ટ હોઈ શકે છે. જોકે બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી કે ન તો કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે.
વધુ વાંચો: PHOTOS : પાકિસ્તાની અભિનેત્રીએ બિકીનીમાં ફ્લોન્ટ કર્યું ફિગર, સિઝલિંગ ફોટા જોઈને થઈ જશો મદહોશ!
શૂરાને છે 8 વર્ષની દીકરી
અરબાઝ ખાન અને શૂરા ખાનના લગ્ન ડિસેમ્બર 2023 માં થયા હતા. શૂરા ખાન તેના પતિ અરબાઝ ખાન કરતા 20 વર્ષ નાની છે. જ્યારે શૂરા ખાન 40 વર્ષથી વધુ ઉંમરની છે અને તેને તેના પહેલા લગ્નથી આઠ વર્ષની પુત્રી પણ છે. આમ આ તે બંનેનું બીજું બાળક હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.