Wednesday, June 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

બ્રેકઅપ પછી નેહા કક્કરે કહ્યુ- 'જિંદગીમાં ફરી કોઇના પ્રેમમાં નહી પડું'

બ્રેકઅપ પછી નેહા કક્કરે કહ્યુ- 'જિંદગીમાં ફરી કોઇના પ્રેમમાં નહી પડું'
ગત થોડા દિવસોથી બૉલિવુડની ટૉપ સિંગર નેહા કક્કર તેના બૉયફ્રેન્ડ હિમાંશ કોહલીની સાથેના બ્રેકઅપને લઇને ખૂબ જ ચર્ચામાં રહી. આ પહેલા કપલે એક રિયાલિટી શોમાં પોતાની રિલેશન વિશે જાહેર કર્યુ હતુ. જેના થોડા દિવસ પછી જ બ્રેકઅપના ન્યૂઝ સામે આવ્યા હતા. આ પછી નેહાએ હિંમાશ સાથેના તમામ ફોટોઝ સોશ્યલ મીડિયા પરથી ડિલીટ કરી દીધા. જોકે નેહાએ પોતાના બ્રેકઅપને લઇને વધારે વાત નથી કરી પરંતુ હવે તે આ વિશે ખુલ્લીને વાત કરી રહી છે. 

મીડિયામાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે ''હાલમાં હું સિંગલ છુ અને ખુશ પણ છું. જ્યારે હું રિલેશનમાં હતી ત્યારે મારા પરિવાર તેમજ મિત્રોને સમય નહોતી આપી શકતી. પરંતુ બ્રેકઅપ પછી હવે હું બધુ ભૂલી હું મારા જીવનમાં આગળ વધી ગઇ છું અને પહેલા કરતા વધારે ખુશ છું.''

નેહાએ બ્રેકઅપ વિશે તેમ પણ જણાવ્યુ કે ''તે બીજી વખત ક્યારેય પ્રેમમાં નહી પડે. તે સિંગલ રહીને ખુશ છે.'' નેહા પોતાના બ્રેકઅપના કારણે ડિપ્રેશનમાં પણ રહી હતી. જોકે નેહાએ એક ગીત દ્વારા તેના એક્સ બૉયફ્રેન્ડને એક મેસેજ આપ્યો હતો. આ ગીતનો વીડિયો પૉપ્યુલર થયો હતો. 

નેહાએ આગળ જણાવ્યું કે ''બ્રેકઅપ બાદનો સમય મારા માટે ટફ હતો. હા હું ડિપ્રેશન હતી અને બ્રેકઅપનો સમાનો કરવો દુખદ હતો. જોકે હું તેમાંથી બહાર આવી ગઇ છે. અત્યારે હું માત્ર એટલું જ કહી શકું કે સિંગલ રહેવું તે જ મારા જીવનનો સૌથી સારો અનુભવ છે.''

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ