બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મૂવી સમીક્ષા / માત્ર 9 જ દિવસમાં 10,32,99,36,372 કમાઇ ચૂકી આ ફિલ્મ, જે હાલમાં થિયેટરમાં મચાવી રહી છે ધૂમ
Last Updated: 10:13 AM, 24 May 2025
મિશન ઇમ્પોસિબલ અને રેડ 2 જેવી ફિલ્મોના મુકાબલે પણ આ ફિલ્મ મજબૂતીથી ટકી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલી રાજકુમાર રાવની ‘ભૂલ ચૂક માફ’થી પણ આ ફિલ્મને કોઈ અસર થઈ નથી. ફિલ્મની જબરદસ્ત કમાણી હજુ ચાલુ છે. ચાલો જાણીએ અત્યાર સુધીમાં ફિલ્મે કેટલી કમાણી કરી છે?
ADVERTISEMENT
ફાઈનલ ડેસ્ટિનેશન 6 બોક્સ ઓફિસ કલેક્શન
ભારતમાં અત્યાર સુધી ફિલ્મે કેટલી કમાણી કરી છે તેની વિગતવાર માહિતી નીચે આપેલ છે. આ આજે સવારે 10:30 વાગ્યા સુધીના આંકડા છે, જે અંતિમ નથી અને તેમાં બદલાવ આવી શકે છે.
ADVERTISEMENT
વર્લ્ડવાઇડ કલેક્શન અને બજેટ
ફાઈનલ ડેસ્ટિનેશન 6 બનાવવામાં અંદાજે રૂપિયા 429 કરોડ એટલે કે લગભગ 50 મિલિયન ડોલરનો ખર્ચ થયો છે. માહિતી મુજબ ફિલ્મે અત્યાર સુધી દુનિયાભરમાં રૂપિયા 1032 કરોડ એટલે કે લગભગ 121.17 મિલિયન ડોલર કમાઈ લીધા છે. આ સાથે જ આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીની ત્રીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મના કુલ 118.89 મિલિયન ડોલર કમાણીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે.
ફાઈનલ ડેસ્ટિનેશન વિશે
ફાઈનલ ડેસ્ટિનેશન જોનારા દર્શકો આ ફિલ્મને શ્વાસ અટકાવી દે એવી ભયાનક ફિલ્મ કહી રહ્યા છે. ફિલ્મને લઈને ઘણી રીલ્સ પણ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ થઈ રહી છે. આ ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં ભૂત-પ્રેત નહીં, પણ 'મોત'ને વિલન તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મના દૃશ્યો દિલ ધડકાવનારા છે અને આત્માને અંદરથી હચમચાવી દે છે.
વધુ વાંચો: કેવી છે ફિલ્મ KESRI VEER ? થિયેટરમાં જોવા જવાય કે નહીં, જુઓ Movie Review
ફાઈનલ ડેસ્ટિનેશન 6 એ માત્ર 9 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર નોંધપાત્ર કમાણી કરીને હોરર ફિલ્મોની દુનિયામાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે. ભયની અનોખી રજૂઆતથી અને મજબૂત કહાનીથી, ફિલ્મે દર્શકોને આત્મસાત કરી લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.