બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ દાખલ, ફિલ્મ 'જાટ'માં સીનને લઈને થયો વિવાદ

મનોરંજન / સની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ દાખલ, ફિલ્મ 'જાટ'માં સીનને લઈને થયો વિવાદ

Last Updated: 12:15 PM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jaat Actor FIR : સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ 'જાટ' પર વિવાદ વધ્યો, પંજાબના જાલંધરમાં નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર વિવાદ ?

Jaat Actor FIR : તાજેતરમાં રીલીઝ થયેલ જાટ ફિલ્મને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં સની દેઓલ અને રણદીપ હુડ્ડાની ફિલ્મ 'જાટ' પર વિવાદ વધી ગયો છે. ખ્રિસ્તી સમુદાયે ફિલ્મના એક દ્રશ્યનો વિરોધ અને પ્રદર્શન કર્યું હતું અને હવે કલાકારો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પંજાબના જાલંધરમાં સની દેઓલ અને રણદીપ હુડ્ડા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ફિલ્મમાં ચર્ચના દ્રશ્યથી ખ્રિસ્તી સમુદાય ગુસ્સે છે.

શું તમે જાણો છો ખ્રિસ્તી સમુદાય કેમ ગુસ્સે છે?

સની દેઓલની ફિલ્મ 'જાટ' 10 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી જેમાં રણદીપ હુડ્ડા નકારાત્મક ભૂમિકામાં છે. આ ફિલ્મમાં તે રાણા તુંગાની ભૂમિકા ભજવે છે જે પોતાની સરખામણી રાવણ સાથે કરે છે. ફિલ્મના એક દ્રશ્યમાં રાણા તુંગા ચર્ચમાં જાય છે અને ઈસુ ખ્રિસ્તની જગ્યાએ ઉભો રહે છે, તે ત્યાં હાજર ક્રોસનો પણ દુરુપયોગ કરે છે જેના કારણે ખ્રિસ્તી સમુદાય ગુસ્સે છે. તેઓએ ફિલ્મનો વિરોધ પણ કર્યો હતો અને હવે FIR દાખલ કરવામાં આવી છે. જાલંધરના સદર પોલીસ સ્ટેશનમાં જાટ અભિનેતા સની દેઓલ, રણદીપ હુડ્ડા, વિનીત કુમાર સિંહ, દિગ્દર્શક ગોપીચંદ માલિનેની અને નિર્માતા નવીન માલિનેની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.

હવે જાણો કેટલું છે 'જાટ'નું બોક્સ ઓફિસ કલેક્શન ?

સની દેઓલની 'જાટ' ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે પરંતુ હવે ફિલ્મની કમાણી પર અસર થવાની છે. સની દેઓલની ફિલ્મ કેસરી આજે 18 એપ્રિલે રિલીઝ થઈ છે તેથી તે બોક્સ ઓફિસ પર જાટની કમાણી પર અસર કરી શકે છે. 'જાટ'એ પહેલા દિવસે 9.5 કરોડની ઓપનિંગ કરી હતી. ગુરુવારે ફિલ્મે 4 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો, જેનાથી 'જાટ'ની અત્યાર સુધીની કુલ કમાણી 61.50 કરોડ રૂપિયા થઈ ગઈ. આ ફિલ્મ 100કરોડ રૂપિયાના જંગી બજેટમાં બનાવવામાં આવી હતી તેથી ફિલ્મને હિટ થવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે.

વધુ વાંચો : અક્ષય કુમારની 'કેસરી 2' જોયા પછી, આ અભિનેત્રીના પતિએ કરી દીધી રાષ્ટ્રીય પુરસ્કારની માગ

સની દેઓલ કરી જાટ 2ની જાહેરાત

સની દેઓલ અભિનીત ફિલ્મ 'જાટ' બોક્સ ઓફિસ પર હિટ થવામાં ઘણી પાછળ છે ત્યારે સની દેઓલે આ ફિલ્મના બીજા ભાગની પણ જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર 'જાટ 2'નું પહેલું પોસ્ટર શેર કરતા સની દેઓલે જાહેરાત કરી કે હવે 'જાટ' એક નવા મિશન પર નીકળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jaat Actor FIR Sunny Deol Jaat
Priykant Shrimali

Priykant Shrimali is a sub-editor at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ