બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફરી ખતરો મંડરાયો! 'છોરી 2'નું ધ્રુજાવી નાખે તેવું ટ્રેલર રીલીઝ, આ તારીખે થશે રીલીઝ
Last Updated: 08:23 PM, 25 March 2025
નુસરત ભરૂચાની હોરર ફિલ્મ 'છોરી' વર્ષે 2021માં રીલીઝ થશે. વિશાલ ફુરીયાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મનું 5 વર્ષ બાદ સિક્વલ આવી રહ્યું છે, જેનું ટીઝર મંગળવારે, 25 એપ્રિલ 2025 એ રીલીઝ કરી દીધું છે. આની રીલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે.
ADVERTISEMENT
રૂંવાડા ઊભા કરી દેતી ફિલ્મની કહાની અને લોકોના દિલોમાં વસેલી લોકકથાઓ આધારિત 'છોરી' ને જબરદસ્ત સફળતા મળી હતી. હવે આના સિક્વલ Chhorii 2 માં રહસ્યમયી તાકતો અને સામાજિક ખરાબી વિરુદ્ધ એક માતાના સંઘર્ષની ખૂબ રસપ્રદ કહાની બતાવવામાં આવશે.
'છોરી 2' નું જબરદસ્ત રિઝર
ADVERTISEMENT
નુસરત અને સોહા દેખાશે
વિશાલ ફુરિયા દ્વારા દિગ્દર્શિત 'છોરી 2'માં નુસરત ભરૂચા ફરી એકવાર સાક્ષીની ભૂમિકામાં જોવા મળશે. સોહા અલી ખાન પણ એક મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ઉપરાંત, ગશ્મીર મહાજાની, સૌરભ ગોયલ, પલ્લવી અજય, કુલદીપ સરીન અને હાર્દિકા શર્મા પણ જોવા મળશે.
11 એપ્રિલે પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે ફિલ્મ
'છોરી 2' નું પ્રીમિયર ફક્ત પ્રાઈમ વિડિયો પર 11 એપ્રિલ, 2025 ના રોજ ભારતમાં અને વિશ્વભરના 240 થી વધુ દેશો અને પ્રદેશોમાં થશે.
2021 માં આવ્યું હતું 'છોરી'
Chhorii ની વાત કરીએ તો આ ફિલ્મ પણ પ્રાઇમ વિડીયો પર 26 નવેમ્બર 2021 માં આવી હતી. આ વર્ષે મેકર્સે આના સિક્વલની જાહેરાત કરી દીધી હતી.
વધુ વાંચો: મુસ્કાન બાદ પ્રગતિ બની ડાકણ! લગ્ન કરીને તરત સોપારી આપીને પતિને મરાવી નાખ્યો, પ્રેમી સાથે ભાગી
2002 માં એક્ટિંગની કરી શરૂઆત
ફાઇન આર્ટ્સમાં સ્નાતક થયેલી નુસરત ભરૂચાએ 2002માં 'કિટ્ટી પાર્ટી' સિરિયલથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી હિન્દી ફિલ્મ 'જય સંતોષી મા' (2006) હતી. 2010 માં આવેલી ફિલ્મ 'LSD' થી તેમને સફળતા મળી. તે 'પ્યાર કા પંચનામા', 'સોનુ કે ટીટુ કી સ્વીટી', 'ડ્રીમ ગર્લ', 'છલાંગ' અને 'રામ સેતુ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ગયા વર્ષે તે 'છત્રપતિ' અને 'અકેલી'માં જોવા મળી હતી. તે જ વર્ષે, તેમણે 'તુ ઝૂઠી, મેં મક્કાર' માં એક નાનકડી ભૂમિકા ભજવી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.