બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'આ વખતે 251 છોકરીઓના મે લગ્ન કરાવ્યા, તોય...', કેમ ઉર્વશી રૌતેલાનું દર્દ છલક્યું?
Last Updated: 09:43 AM, 15 April 2025
શું કહ્યું અભિનેત્રી ઉર્વશીએ?
ADVERTISEMENT
સિદ્ધાર્થ કન્નન સાથે ઉર્વશી બોલી હતી "હું હંમેશા મારો જન્મદિવસ માલદીવ્સ કે વિદેશમાં ક્યાંક ઉજવતી હતી. પણ આ વખતે મેં કોઈ પાર્ટી ન કરી. આ વખતે મેં મધ્યપ્રદેશમાં જઈને 251 યુવતીઓના લગ્ન કરાવ્યા. લગ્ન માટેની માળાઓ પણ પોતે જ બનાવી હતી. લગ્નના ખોરાકમાં દાળ, શાક, ભાત બધું પોતે બનાવીને પીરસ્યું. મીઠાઈઓ પણ મહેમાનોને પોતે પીરસી. રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આવ્યા હતા."
ઉર્વશીએ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો
ADVERTISEMENT
ઉર્વશીએ જણાવ્યું હતું કે, "આજે હું ખૂબ ખુશ છું કારણ કે મેં 251 ગરીબ યુવતીઓના લગ્ન કરાવવાનું મારુ જૂનું સપનું પૂરું કર્યું છે. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ શક્ય બનશે." તેમણે આ કાર્યક્રમમાં શાસ્ત્રીજી, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો . આ કાર્યક્રમ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે યોજાયો હતો, જે હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. ઉર્વશીએ જણાવ્યું હતું કે, "કહેવામાં આવે છે કે મહાશિવરાત્રિ પર થયેલા લગ્ન ખૂબ શુભ હોય છે."
ઉર્વશી રૌતેલાનું દર્દ છલક્યું
ઉર્વશીએ કહ્યું "મને દુઃખ એ વાતનું છે કે આ બધું કોઈ મીડિયાએ નથી બતાવ્યું. હું એવું નથી કહતી કે મારી ભલાઇ બતાવો, પણ એટલું જરૂર કહું છું કે એ બતાવો જેથી લોકોને પ્રેરણા મળે. ઉર્વશીની આ વાતો સાંભળ્યા બાદ ફેન્સ તેને પ્રેમ આપી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ કોમેન્ટસ કરીને તેને ટ્રોલ પણ કરી રહ્યા છે કે અહીં પણ પબ્લિસિટી જોઈએ છે.
During Mahashivratri & her birthday Urvashi Rautela facilitated the marriages of 251 underprivileged orphaned girls along with PM @narendramodi ji & President @rashtrapatibhvn ji 🙏🏻 #NarendraModi #UrvashiRautela #DroupadiMurmu #UrvashiRautelaFoundation #BageshwarDhamSarkar pic.twitter.com/ySjcwnkI9X
— URVASHI RAUTELA🇮🇳 (@UrvashiRautela) February 28, 2025
વધુ વાંચો: કોણ છે બોલિવૂડના સિકંદર સલમાન ખાનનો 'અદ્રશ્ય' દુશ્મન?, હવે વોટ્સએપ પર મળી ધમકી
ઉર્વશી રૌતેલાની આ માનવતાવાદી કામગીરીના ફોટા અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. તેમણે આ પ્રસંગે પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી હતી અને લગ્નના વિવિધ કાર્યોમાં સહભાગી બની હતી. તેમના આ કાર્યને અનેક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.