બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કોણ છે 90ના દાયકાની એ હિરોઇન, જેના ચક્કરમાં દાઉદના માણસે પ્રોડ્યુસરનો જીવ લઇ લીધો!
Last Updated: 03:00 PM, 15 April 2025
(ફોટો ક્રેડિટ: સોશિયલ મીડિયા )
ADVERTISEMENT
બૉલીવૂડ અને અંડરવર્લ્ડનો સંબંધ
બૉલીવૂડ અને અંડરવર્લ્ડનો સંબંધ બહુ જુનો રહ્યો છે. ખાસ કરીને 80 અને 90ના દાયકામાં તો અંડરવર્લ્ડનો ડર એવો હતો કે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રી કંપી ઊઠતી હતી. ટી-સિરીઝના સ્થાપક ગુલશન કુમારને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. 'કહો ના પ્યાર છે' ફિલ્મની સફળતા બાદ જ્યારે રાકેશ રોશન પાસે અંડરવર્લ્ડના લોકોએ પૈસા માંગ્યા અને તેમણે ના પાડી ત્યારે ખુલ્લા રસ્તા પર તેમને ગોળી મારી દેવાઈ હતી.
ADVERTISEMENT
એવું પણ કહેવાય છે કે 90ના દાયકામાં અંડરવર્લ્ડના લોકો બૉલીવૂડમાં પૈસા લગાવતા હતા. એટલું જ નહીં, તેઓ ડિરેક્ટર અને પ્રોડ્યુસર પર દબાણ કરતા કે તેઓ તેમની નજીકની અભિનેત્રીઓને ફિલ્મોમાં કાસ્ટ કરે.
દાઉદ ઈબ્રાહિમનું અને અનેક બૉલીવૂડ અભિનેત્રીઓ
દાઉદ ઈબ્રાહિમનું નામ અનેક બૉલીવૂડ અભિનેત્રીઓ સાથે જોડાયું છે. 'રામ તેરી ગંગા મેઈલી'ની મંદાકિનીથી લઈને મમતા કુલકર્ણી સુધીના દાઉદ સાથેના સંબંધોની ચર્ચા થઈ છે. આ અભિનેત્રીઓમાં એક નામ અનિતા અયૂબનું પણ આવે છે, જે દેવ આનંદની હીરોઈન રહી ચુકી છે. ચાલો જાણીએ કોણ છે અનિતા અયૂબ? શું છે તેમનો દાઉદ સાથેનો સંબંધ અને પાકિસ્તાન સાથે કયો કનેક્શન છે?
અનિતા અયૂબ કોણ છે?
જો તમે 90ના દાયકાના છો, તો તમને દેવાનંદની ફિલ્મ 'પ્યાર કા તરાના' યાદ હશે. આ ફિલ્મ દ્વારા પાકિસ્તાનની રહેવાસી અનીતા આયૂબે બૉલીવૂડમાં પગલાં મૂક્યાં હતા. આ ફિલ્મનું નિર્દેશન દેવ આનંદે કર્યું હતું અને તેમાં અક્ષય આનંદ, મિંક બ્રાર, ગિરિજાશંકર, સુષમા શેઠ, શ્રીરામ લાગુ જેવા કલાકારો હતા. આ ફિલ્મ 3 સપ્ટેમ્બર 1993ના રોજ રિલીઝ થઈ હતી.
આ ફિલ્મ પછી અનિતા અયૂબે ઉર્દૂ ફિલ્મ 'સબ કા બાપ', પંજાબી ફિલ્મ 'ચલતી કા નામ ગાડી' અને 'મારિયા'માં કામ કર્યું. 1995માં તેમને એકવાર ફરી દેવ આનંદ સાથે ફિલ્મ 'ગેંગસ્ટર'માં કામ મળ્યું. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી અને માત્ર બે વર્ષમાં જ અનિતા અયૂબનું બૉલીવૂડમાં કરિયર ખતમ થઈ ગયું. જોકે તેઓ એક કારણસર ખૂબ ચર્ચામાં રહી અને તે હતું દાઉદ ઈબ્રાહિમ સાથે તેમનું લવ અફેર.
શું અનિતા અયૂબના કારણે પ્રોડ્યુસરનો જીવ ગયો હતો?
પાકિસ્તાની હસીના અનિતા અયૂબે ક્યારેય દાઉદ સાથેના સંબંધોની પુષ્ટિ નહોતી કરી. પણ એક રિપોર્ટ મુજબ, તેમના જ કારણે એક ફિલ્મના પ્રોડ્યુસરને જીવ ગુમાવવો પડ્યો હતો. વાત છે 1995ની, જ્યારે પ્રોડ્યુસર જાવેદ સિદ્દીકીએ અનિતા અયૂબને પોતાની ફિલ્મમાં લેવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, દાઉદના એક માણસે દિવસે તેમને ગોળી મારી મારી નાંખ્યા હતા. આ ઘટનાના બાદ ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકોએ માન્યું કે અનિતા અયૂબ દાઉદ સાથે સંકળાયેલી હતી.
રિપોર્ટ મુજબ, 90ના દાયકામાં પાકિસ્તાની મેગેઝિને પણ એક આર્ટીકલમાં લખ્યું હતું કે બૉલીવૂડના ઘણા લોકોને એવું લાગતું હતું કે અનિતા અયૂબ પાકિસ્તાની જાસૂસ છે. આ ઇન્સિડેન્ટ બાદ અનિતા અયૂબનું બૉલીવૂડ કરિયર પૂરી રીતે ખતમ થઈ ગયું.
વધુ વાંચો: દેહવ્યાપારમાં ફસાયા પછી બદનામ થઈ ગઈ આ અભિનેત્રીઓ, નામ જાણીને તમારા પણ હોંશ ઉડી જશે
અનિતા અયૂબે ક્યારે શરૂ કરી પોતાની કરિયર?
અનિતા અયૂબે પોતાના કરિયરની શરૂઆત 1987માં પાકિસ્તાનના ટીવી ડ્રામા 'ગર્દિશ'થી કરી હતી. ત્યારબાદ તેમણે 'હસીના-એ-આલમ', 'ઈદ ફ્લાઇટ', 'દૂસરા રસ્તા' જેવા શોમાં કામ કર્યું. આજે અનીતા ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે અને ન્યૂયોર્કમાં પોતાના બિઝનેસમેન પતિ સાથે ખુશીભર્યું જીવન જીવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.