બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / મહિલા ચાહકે ફ્લર્ટિંગ પર અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ, બિગ બીએ આપ્યો મજેદાર જવાબ

મનોરંજન / મહિલા ચાહકે ફ્લર્ટિંગ પર અમિતાભ બચ્ચને પૂછ્યો સવાલ, બિગ બીએ આપ્યો મજેદાર જવાબ

Last Updated: 03:16 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પણ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તાજેતરમાં કપિલ શર્મા શોમાં તેમની સાથે થયેલી મજેદાર વાતચીત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સદીના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન આજે પણ એટલા જ લોકપ્રિય છે જેટલા તે પોતાના યુવાનીના સમયમાં હતા. 82 વર્ષની ઉમરે પણ તેમની ફેન ફોલોઇંગ ધમધમતી રહે છે. ખાસ કરીને તેમની ફીમેલ ફેન્સની સંખ્યા તો અઢળક છે. આજે પણ યુવતીઓ અમિતાભ સાથે ફ્લર્ટ કરે છે. પણ, આવા પ્રસંગે બિગ બી શું કહે છે? ચાલો જાણીએ...

amitabh-bachana-2

ફેનનો ક્યુરીઅસ પ્રશ્ન

સોશિયલ મિડિયા પર કપિલ શર્મા શોનો એક મજેદાર વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા ફેન અમિતાભ બચ્ચનને સીધો પ્રશ્ન પૂછે છે: 'જ્યારે યંગ હીરોઇન્સ તમારી સાથે ફ્લર્ટ કરે છે, ત્યારે તમને કેવું લાગે છે?'

આ સવાલ સાંભળી અમિતાભ તરત જ રમૂજભર્યો અંદાજમાં કહે છે: 'ક્યાં છે એ લોકો? બતાવો મને' આ જવાબ સાંભળી આખું ઓડિયન્સ હસી પડે છે. પછી અમિતાભ વધુ કહે છે કે 'મારા પાસે તો કોઈ આવતું નથી. તમને એવું લાગે છે તો આ જ તમારી ભૂલ છે. જો તમારા પાસે કોઈ હોય તો મને મોકલી દેજો.'

આ પણ વાંચો : 72 કલાક ચાલ્યું હતું કિસિંગ સીનનું શૂટિંગ, 90ના દશકની જાણીતી અભિનેત્રી સાથે જોડાયેલો છે કિસ્સો

આ ફેમેલ ફેનના રમૂજી જવાબથી વાતચીત હજી વધુ મજેદાર બની ગઈ. ફેન તરત જ બોલી કે, 'સર, અહીં તો લાઇન લાગી જશે!' આ સાંભળીને અમિતાભ બચ્ચન પણ પોતાના વિશિષ્ટ હાસ્યભર્યા અંદાજમાં જવાબ આપે છે, 'નહીં નહીં, એ નથિ થવાનું... તમે લાવીને તો જુઓ!' અમિતાભ બચ્ચનના આ જવાબ પર આખું ઓડિયન્સ જોરથી હસી પડ્યું અને વાતાવરણ મોજમસ્તીમાં ગરકાવ થઈ ગયું.

કપિલ શર્માનું રમૂજ

પછી કપિલ શર્મા પણ વાતમાં જોડાય છે અને હાસ્યનો તડકો ઉમેરે છે. કપિલ કહે છે 'કેટલાંક દિવસો પહેલા ફિલ્મ 'રામ-લીલા' આવી ત્યારે તમે દીપિકા પાદુકોને સુંદર બૂકે મોકલ્યો. એ પહેલા 'ક્વીન' ફિલ્મ વખતે તમે કંગનાને શુભેચ્છાઓ પાઠવી. જો તમે એ બધું કરશો જે અમારે કરવાનું હોય, તો પછી અમે શું કરીએ?' આ વાત પર અમિતાભ સહીત આખું ઓડિયન્સ હસી પડે છે. અંતે બિગ બી પણ રમૂજભર્યો જવાબ આપે છે 'તમે ચિંતા ન કરો... આજેના શો પછી હું તમને પણ ફૂલ મોકલવાનો છું!'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Amitabh funny reply Kapil Sharma Show
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ