બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / પાકિસ્તાન પછી હવે તુર્કીયે પર ડિજિટલ સ્ટ્રાઈક! OTT અને YouTube પરથી ફેમસ શો હટાવાયા
Last Updated: 09:00 PM, 17 May 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યા બાદ ભારતમાં પાકિસ્તાની નાટકોને બેન કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કરવો ઘણો ભારે પડ્યો. હકીકતમાં હવે OTT થી તુર્કીના નાટકોને પણ દૂર કરવાની અને બૉયકોટની માંગ કરવામાં આવી રહી છે, જેથી OTT પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલો પર તુર્કી કન્ટેન્ટને દૂર કરવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ લે ઝી5 એ પહેલા જ પોતાના તુર્કી શોને દૂર કરી દીધો છે અને હવે અન્ય સ્ટ્રીમિંગ એપ પણ ઝડપી આવું કરવાના છે.
ADVERTISEMENT
ઝી5 એ દૂર કર્યો તુર્કી ડ્રામા
મીડિયા રિપોર્ટ અનુસાર OTT પ્લેટફોર્મ ઝી5 એ પહેલેથી જ પોતાના તુર્કી ડ્રામાને દૂર કરી દીધો છે. ધીમે-ધીમે અન્ય OTT પ્લેટફોર્મ પણ આવું કરવા પર વિચાર કરી રહી છે. જોકે, અમુકે નવી ડિલ્સને અટકાવી દીધી છે. OTT પ્લેટફોર્મ થી 'પોર્ટુંગરૂલ', 'ફેરીહા' જેવી સીરિઝ દૂર કરવામાં આવી છે.
ADVERTISEMENT
રેપ્યુટેશન ડેમેજ ન થાય
ત્યારે સૂત્રોએ જણાવ્યું કે, અત્યારે ચાલતા રાજનૈતિક તણાવ વચ્ચે અમે કેટલાય દિવસસોથી લોકોના સેન્ટિમેન્ટ નોટિસ કરી રહ્યા હતા. જોકે આના ઉપર સરકારે કોઈ નિર્ણય નથી લીધો, પરંતુ અમે બિઝનેસને જોતાં આ નિર્ણય લીધો અને અમારી રેપ્યુટેશન ડેમેજ ન થાય, એટલા માટે આવો નિર્ણય લીધો છે.
વધુ વાંચો: 'બાલિકા વધૂ' ફેમ આનંદીનો બોલ્ડ અવતાર, Photos જોઇ ફેન્સ ફીદા, જુઓ તસવીરો
જણાવી દઈએ કે અત્યારે એમેઝોનના MX Player જેવા OTT પ્લેટફોર્મે હજુ સુધી તુર્કીનો કન્ટેન્ટ નથી દૂર કર્યો પરંતુ તેઓ સતર્ક છે. તુર્કીના ફેમસ અને લોકપ્રિય શો હજુ અહીં છે. યાદ રહે કે ભારત સરકારે તુર્કીના નાટકો પર આધિકારિક રૂપે કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. આ મામલાને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીએ પોતાના હાથમાં લીધો છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) એ નિર્માતાઓને તુર્કીમાં શૂટિંગ ન કરવાની અપીલ કરી છે. જોકે, JNU એ તુર્કીની યુનિવર્સિટી સાથેના કરારનો અંત લાવીને 'દેશ સાથે ઉભા રહેવાનો' સંદેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT