બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / બીજી વખત માં બનવા જઇ રહી છે આ એક્ટ્રેસ, શેર કર્યો બેબી બમ્પ, નામ રાખ્યું 'Oscar'
Last Updated: 11:39 AM, 25 March 2025
સિંઘ ઈઝ બ્લીંગ અને ક્રેક જેવી હિટ ફિલ્મોમાં પોતાના અભિનયની છાપ છોડી ચુકેલી એમી જેક્સન છેલ્લા કેટલાક સમયથી પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં હતી. ગયા વર્ષે તેણે એક્ટર અને મ્યુઝિશિયન એડ વેસ્ટવિક સાથે ક્રિશ્ચિયન રીત-રિવાજથી લગ્ન કર્યા હતા.
ADVERTISEMENT
લગ્ન પહેલાં જ એમી ગર્ભવતી હતી અને તેણે એક્ટિંગથી થોડો બ્રેક લઈને પોતાની ગર્ભાવસ્થાનો મૂલ્યવાન સમય માણ્યો હતો. હવે એમીએ ખુશખબરી આપી છે.
એમી જેક્સન બીજીવાર માતા બની છે. તેણીએ એક પુત્રને જન્મ આપ્યો છે અને તે બાળકની પહેલી ઝલક પણ ચાહકો સાથે શેર કરી છે.
ADVERTISEMENT
બેબી બોયની તસવીર બતાવી
એડ વેસ્ટવિકે 24 માર્ચની સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરીને આ સમાચાર ચાહકો સુધી પહોંચાડ્યા. એડ વેસ્ટવિકે પોતાના ન્યુ બોર્ન બેબી અને એમી સાથે કેટલીક પ્રેમાળ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં એમીએ પોતાના નવજાત પુત્રને ગોદમાં લીધા છે અને એડ વેસ્ટવિક પોતાની લેડી લવના ગાલ પર કિસ કરી રહ્યા છે.
બાળકનું નામ
એક તસવીરમાં એમી પોતાના પુત્રનો નાનો હાથ પકડીને બેઠી છે, તો બીજી તસવીરમાં તે પોતાના બાળકને ગોદમાં લઈ તેના પર પ્રેમ વરસાવી રહી છે. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરોમાં એમી તેના દીકરા સાથે ક્વાલિટી ટાઈમ વિતાવતી નજરે પડે છે. એમી જેક્સને તેના પુત્રનું નામ ઓસ્કર (Oscar) રાખ્યું છે. તસવીરો શેર કરતી વખતે એડ વેસ્ટવિકે કેપ્શન લખ્યું, "દુનિયામાં તમારું સ્વાગત છે, બેબી બોય. ઓસ્કર એલેક્ઝાન્ડર વેસ્ટવિક."
સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ
એડ વેસ્ટવિકની આ પોસ્ટ શૅર થતા જ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓનો વરસાદ વરસી પડયો. ઓરહાન અવત્રામણી ઉર્ફે ઓરીએ હાર્ટ ઈમોજી સાથે રિએક્ટ કર્યું, અને ફેન્સ પણ નવા માતા-પિતા બનવા બદલ એમી અને એડને હાર્દિક અભિનંદન પાઠવી રહ્યા છે.
ફોટો ક્રેડિટ: ઇન્સ્ટાગ્રામ edwestwick
એમી જેક્સનનો પેહલો સંબંધ
એડ વેસ્ટવિક સાથે લગ્ન કરતાં પહેલાં એમી જેક્સન અંગ્રેજી-સાઇપ્રસ બિઝનેસમેન એન્ડ્રિયાસ પાનાયિયોટૌના પુત્ર જૉર્જ પાનાયિયોટૌને ડેટ કરતી હતી. વર્ષો સુધી રિલેશનશિપમાં રહી, જાન્યુઆરી 2019માં બંનેએ સગાઈ કરી હતી, અને ત્યાર પછી જ એમીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. જો કે, થોડા સમય પછી આ સંબંધ તૂટી ગયો.
વધુ વાંચો: મેલબોર્ન કોન્સર્ટમાં એવું તે શું થયું કે રડી પડી નેહા કક્કડ, ફેન્સે કહ્યું 'વાપસ જાઓ'
એડ વેસ્ટવિક સાથે સંબંધ જોડાયા બાદ એમીને પોતાનો સાચો જીવનસાથી મળ્યો અને હવે બંને એકસાથે પોતાનું પેરેન્ટહુડ એન્જોય કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / 'પરાણે કરાવતા હતા આ કામ..', મહિલા સિંગરે ખોલી ઓસ્કાર વિજેતાની પોલ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.