બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:15 PM, 14 June 2025
કોમેડી કિંગ કપિલ શર્મા ફરી એક વાર 'ધ ગ્રેટ ઇંડિયન કપિલ શો' દ્વારા લોકોને હસાવવા આવી રહ્યો છે. તાજેતરમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં ગેસ્ટ તરીકે સલમાન ખાન દેખાઈ રહ્યો છે. પ્રોમોમાં સલમાન છૂટાછેડા અને એલિમની પર વાત કરતો દેખાઈ રહ્યો છે. તેને કહ્યું કે, 'ડિવોર્સ બાદ તે અડધા પૈસા લઈને જતી રહે છે.'
ADVERTISEMENT
છૂટાછેડા અને એલિમની પર શું બોલ્યો સલમાન ખાન?
'ગ્રેટ ઇંડિયન કપિલ શો' પોતાની ત્રીજી સિજન સાથે પાછો આવ્યો છે. આ વખતે શોમાં નવજોત સિંહ સિદ્ધુની પણ વાપસી થઈ ગઈ છે. શોનો નવો પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો છે. જેમાં સલમાન ખાન હસીનો તડકો લગાવતો જોવા મળ્યો. આ પ્રોમોમાં અભિનેતા છૂટાછેડાને લઈને કઇંક કહેતા દેખાયો. એટલા માટે વીડિયોને ઝડપથી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Exclusive !!!!
— Filmy_Duniya (@FMovie82325) June 14, 2025
Megastar #SalmanKhan Spitting The Facts, We Love You Salman Khan ❤️
Bhaijaan Swag & Charms 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #TheGreatIndianKapilShow pic.twitter.com/LOx9y8472F
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન કહે છે કે, 'હવે પતિ-પત્ની વચ્ચે ટોલરેન્સ લેવલ કેટલું ખતમ થઈ ગયું છે. એક-બીજા માટે ત્યાગ કરતાં હતા, એક ટોલરેન્સનું જે ફેક્ટર છે.. હવે રાત્રે એક પગ ઉપર આવી જાય છે તો ડિવોર્સ થઈ જાય છે. જો નસકોરાંનો અવાજ આવે છે કે પછી કોઈ નાની અણસમજ પર પણ ડિવોર્સ થયું તો તે અડધા પૈસા લઈને જતી રહે છે.'
ADVERTISEMENT
વધુ વાંચો:મોતને પાંચ વર્ષ થઇ ગયા, છતાંય કેમ ચર્ચામાં છે સુશાંતસિંહ રાજપૂત? સેલેબ્સના નિવેદનોએ ચોંકાવ્યા
ADVERTISEMENT
ક્યારે ટ્રીમ થશે કપિલ શર્માનો શો?
જણાવીએ દઈએ કે કપિલના શોમાં આ વખતે નવજોત સિદ્ધુ સિવાય સુનિલ ગ્રોવર, કૃષા અભિષેક, કીકૂ શારદા જેવા દિગ્ગજ કોમેન્ડીયન્સ પણ જોવા મળશે. શોનું પ્રીમિયર 21 જૂને રાત્રે 8 વાગ્યે થશે. પછીથી દર શનિવારે એક નવો એપિસોડ પ્રસારિત કરવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.