બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મહારાજા'થી પણ વધારે ખતરનાક છે ફિલ્મ 'Viduthalai 2', જાણો ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમ?
Last Updated: 03:48 PM, 19 March 2025
વિજય સેતુપતિની ફિલ્મ 'મહારાજા' એ બધા દીવાના કરી દીધા હતા. આ ફિલ્મે ધમાલ મચાવી દીધી હતી. દર્શકોએ આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી હતી. 'મહારાજા'ની કહાનીની સાથે-સાથે અભિનેતાનો અભિનય પણ ખૂબ જ શાનદાર હતો. હવે અભિનેતાની ફિલ્મ 'વિદુથલાઈ 2' ટૂંક સમયમાં ઓટીટી પર રિલીઝ થવાની છે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાલો જાણીએ કે ક્યારે અને ક્યાં આ ફિલ્મ સ્ટ્રીમ થવાની છે.
ADVERTISEMENT
ક્યાં અને ક્યારે થશે સ્ટ્રીમ?
'વિદુથલાઈ પાર્ટ 2' નું દિગ્દર્શન વેત્રિમારન એ કર્યું છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. 'વિદુથલાઈ પાર્ટ 2' એક પૉલિટિકલ ક્રાઈમ થ્રિલર છે. આ ફિલ્મને IMDb પર 8.0 રેટિંગ મળી છે. હવે તમે સમજી જશો કે આ ફિલ્મ કેટલી શાનદાર હશે. 'વિદુથલાઈ' નો પહેલો ભાગ માર્ચ 2023માં રિલીઝ થયો હતો, અને તે પણ દર્શકોને ખૂબ પસંદ આવ્યો હતો.
ADVERTISEMENT
હવે 'વિદુથલાઈ પાર્ટ 2' સાથે, પહેલો ભાગ પણ ZEE 5 પર 28 માર્ચથી હિન્દીમાં સ્ટ્રીમ કરવામાં આવશે. આ સમાચાર સાંભળીને ફેન્સ ખૂબ જ ખુશ છે અને 28 માર્ચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ કલાકારો ફિલ્મમાં નજરે પડશે
'વિદુથલાઈ પાર્ટ 2' ની કહાની પેરુમલ "વાથિયાર" ની આસપાસ ગોઠવાઈ છે, જેને પોલીસ પકડી લે છે અને બીજા કેમ્પમાં લઈ જાય છે. આ દરમ્યાન વાથિયાર પોતાના જૂના દિવસોને યાદ કરે છે, જેમાં તે બતાવે છે કે કેવી રીતે એક અજાણતાં થયેલી હત્યાએ તેને કમ્યુનિસ્ટ આંદોલનમાં જોડાવા માટે પ્રેરિત કર્યો હતો.
વધુ વાંચો : કન્ફ્યુઝન દૂર કરો, આવી ગઇ સલમાનના 'સિકંદર'ની કન્ફર્મ તારીખ! જાણો ક્યારે થશે રિલીઝ?
આ ફિલ્મમાં વિજય સેતુપતિએ 'સૂરી' નો રોલ કર્યો છે. તે ઉપરાંત, મંજુ વારિયર, ગૌતમ વાસુદેવ મેનન અને ભાવની શ્રે જેવા કલાકારો પણ આ ફિલ્મમાં નજરે પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.