બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સની દેઓલની 'જાટ' વિવાદોમાં ફસાઈ, આ દ્રશ્ય પર થયો હોબાળો, પ્રતિબંધની ઉઠી માગ
Last Updated: 01:13 PM, 16 April 2025
શું કહ્યું ખ્રિસ્તી સમુદાયએ?
ADVERTISEMENT
ખ્રિસ્તી સમુદાયનું કહેવું છે કે આ દ્રશ્યો તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ખાસ કરીને એક દ્રશ્યમાં રણદીપ હુડ્ડા ચર્ચમાં ઉભા છે, જ્યાં પ્રાર્થનાર્થીઓ જોવા મળે છે અને ઈશા ક્રાઈસ્ટની તસ્વીર નીચે ખૂનખરાબાની ઘટના દર્શાવવામાં આવી છે. ખ્રિસ્તી સમુદાયે આ દ્રશ્યો પર રોષ વ્યક્ત કર્યો છે અને ફિલ્મ પર રોક લગાવવાની માગ કરી છે. તેમણે બે દિવસનો સમય આપ્યો છે અને ચેતવણી આપી છે કે જો સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ પોતાનો વિરોધ ઉંચા સ્તરે લઈ જશે.
આ મામલે મંગળવારે સમુદાયે સિનેમાઘરોને ઘેરવાનો કાર્યક્રમ રાખ્યો હતો, પણ પોલીસે સમયસૂચક કાર્યવાહી કરીને તેને રોકી દીધો. ત્યારબાદ સમુદાયે જોઈન્ટ પોલીસ કમિશ્નરને અરજી આપી છે કે ‘જાટ’ ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.
ADVERTISEMENT
தமிழ் இரத்தம்
— Ananth Nanthan (@nanthan_ananth) April 15, 2025
ஈழ விடுதலைப் போராட்டத்தை இழிவுப்படுத்திய #Jatt திரைப்படத்தைத் தடை செய்ய வேண்டும் என்று Chennai VR Mall உள்ளே நாம் தமிழர் கட்சியினர் போராட்டம்! 🔥💥#BoycottJaatMovie pic.twitter.com/gIZaFovoFC
'જાટ’ ફિલ્મ વિવાદોમાં
ફિલ્મ ૧૦ એપ્રિલે રીલીઝ થઈ હતી, જેમાં મુખ્ય ભૂમિકા સની દેઓલ, રણદીપ હુડ્ડા, અને વિનીત કુમાર સિંહ ભજવી રહ્યા છે. ફિલ્મના દિગ્દર્શક ગોપીચંદ માલિની અને નિર્માતા નવીન માલિનીની છે. ફિલ્મ મૈત્રી મૂવી મેકર્સ અને ટી.જી. વિશ્વ પ્રસાદના પીપલ મીડિયા ફેક્ટરીના બેનર હેઠળ રજૂ કરવામાં આવી છે.
Sunny Deol's movie Jaat sparks row in Punjab; Christian group demands ban on movie #SunnyDeol #RandeepHooda #movieban #Demand #Christian #fire #viralreels #news pic.twitter.com/iroBwYXZp5
— True Scoop (@TrueScoopNews) April 16, 2025
ઉગ્ર આંદોલનની ચીમકી
સમુદાયે કહ્યું છે કે ચર્ચ જેવા પવિત્ર સ્થાનમાં ખૂનખરાબાની હિંસા દર્શાવવી ખૂબ જ અપમાનજનક છે અને આ દ્રશ્યો ખ્રિસ્તી ધર્મના વિરુદ્ધ ષડયંત્ર જેવી લાગણી ઉપજાવે છે. તેથી તેઓ રણદીપ હૂડ્ડા, ફિલ્મના દિગ્દર્શક, નિર્માતા અને સમગ્ર ટીમ વિરુદ્ધ બેદરકારી અને ધર્મવિરોધી કર્યાવાહીની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની માંગણી કરે છે.
વધુ વાંચો: VIDEO: 'અભિનેતાએ સેટ પર નશામાં ધૂત થઈને કર્યું ગેરવર્તન', અભિનેત્રીના ખુલાસાથી હડકંપ મચી ગયો
જો સમયસર કોઈ કાર્યવાહી નહીં થાય, તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવી દેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.