બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / સની દેઓલની 'Jatt' ફિલ્મે બોક્સ ઓફિસ પર રોલો પાડી દીધો, કલેક્શનનો આંકડો કરોડોમાં
Last Updated: 11:43 AM, 14 April 2025
હિન્દી સિનેમાના એક્શન હીરો સની દેઓલની ફિલ્મ ‘જાટ’ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે ફેન્સે ખુબ જ ઉત્સાહથી રાહ જોઈ હતી. શરૂઆતમાં ‘જાટ’ને ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો અને ફિલ્મની શરૂઆત પણ થોડી ધીમી રહી હતી, પરંતુ વીકએન્ડ આવતા આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. ચાલો જાનાઈએ કે રવિવારના દિવસે ફિલ્મે કેટલું કમાઈ બતાવ્યું અને અત્યારસુધીમાં કુલ કેટલું કલેક્શન કર્યું છે?
ADVERTISEMENT
સની દેઓલ અને રણદીપ હુડ્ડાની એક્શન ફિલ્મ ‘જાટ’ વર્ષ 2025ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મને રિલીઝ થઈને હવે ચાર દિવસ વીતી ગયા છે. ભલે શરૂઆત ધીમી રહી હોય, પણ શનિવાર અને રવિવારના દિવસોમાં ફિલ્મને ઘણો ફાયદો મળ્યો. ચોથા દિવસે ફિલ્મે પાછળના 3 દિવસની કમાણી પાછળ છોડી દીધી અને બમ્પર કમાણી કરતા તેના બજેટનો અડધો હિસ્સો ઉઘરાવી લીધો છે. ચાલો જોઈએ કે રવિવારે ‘જાટ’એ કેટલું કલેક્શન કર્યું?
The power of MASS CINEMA 💪🏻💪🏻🔥#JAAT collects 32.2 CRORES+ DOMESTIC GBOC in 3 days 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 13, 2025
Book your tickets for #JAAT now!
▶️ https://t.co/sQCbjZ5zOE#BaisakhiWithJaat
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial @peoplemediafcy… pic.twitter.com/s85LdVM8PE
ADVERTISEMENT
ફેન્સ તરફથી મળી રહ્યો છે ફિલ્મને સારો પ્રતિસાદ
સની દેઓલની ફિલ્મ ‘જાટ’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. શરૂઆતમાં ફિલ્મની કમાણી થોડી ધીમી હતી, પણ હવે તેમાં ઝડપ આવી રહી છે. દર્શકોને આ ફિલ્મમાં સનીનો ‘ગદર’ જેવો અંદાજ ફરીથી જોવા મળી રહ્યો છે. પહેલા દિવસે ‘જાટ’એ 9.5 કરોડ રૂપિયાનું ઓપનિંગ કર્યું હતું, જેને સરેરાશ કહી શકાય. બીજે દિવસે કમાણી ઘટીને 7 કરોડ રૂપિયા રહી. ત્રીજા દિવસે ફરી જોર પકડીને 9.75 કરોડ રૂપિયાનું કલેકશન કર્યું.
ચોથા દિવસે બમ્પર કમાણી
હવે ફિલ્મના ચોથા દિવસની કમાણી પણ સામે આવી છે, જે ખરેખર શાનદાર છે. રિપોર્ટ પ્રમાણે ચોથા દિવસે ફિલ્મે આશરે 14 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલે કે, ચોથા દિવસે ફિલ્મે અગાઉના ત્રણ દિવસના આંકડાને પાછળ છોડી દીધા છે. આ રીતે અત્યારસુધીના ચાર દિવસમાં કુલ 40.25 કરોડ રૂપિયાની કમાણી થઈ ગઈ છે. અપેક્ષા છે કે આ આંકડો આગળ વધશે. હકીકતમાં ફિલ્મને વીકએન્ડનો ખૂબ ફાયદો મળ્યો, પરંતુ હવે ફરીથી સોમવાર આવી ગયો છે.
Audience are loving the MASS FEAST ❤🔥#JAAT DAY 4 >>> DAY 1 at the box office 💥💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 13, 2025
Book your tickets for #JAAT now!
▶️ https://t.co/sQCbjZ51Z6#BaisakhiWithJaat
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial @peoplemediafcy &… pic.twitter.com/HT6O3TTobc
શું 'જાટ' પોતાનું બજેટ ઉઘરાવી શકશે?
જો ફિલ્મના બજેટની વાત કરીએ તો ‘જાટ’ બનાવવામાં લગભગ 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આટલા મોટા બજેટની ફિલ્મથી અપેક્ષા પણ વધુ છે. સની દેઓલની હાજરી અને એક્શન સીન્સના કારણે ફિલ્મ ખાસ બનેલી છે. સાથે સાથે રણદીપ હુડ્ડાએ વિલનનો રોલ કરીને ફિલ્મમાં વધુ તેજ ઉમેર્યું છે. હાલ તો જોવું રહ્યું કે હવે સોમવારથી શુક્રવાર સુધી ફિલ્મની કમાણી પર શું અસર પડે છે. આ વચ્ચે અક્ષયકુમારની ફિલ્મ ‘કેસરી ચેપ્ટર 2’ પણ રિલીઝ થવાની છે.
ફિલ્મમાં જોવા મળતી સ્ટાર કાસ્ટ
જો અત્યાર સુધીના 4 દિવસના કુલ કલેક્શનની વાત કરીએ તો એવું લાગી શકે છે કે આ ફિલ્મ લાંબી રેસનો ઘોડો છે અને શક્ય છે કે આવતા અઠવાડિયામાં પોતાનું બજેટ ઉઘરાવી લે. જોકે, વચ્ચે રિલીઝ થનારી અન્ય ફિલ્મો તેનો થોડી અસર કરી શકે છે.
વધુ વાંચો: એક સમયે લોકોને ચા પીવડાવીને કમાતો 50 રૂપિયા, હવે એક ફિલ્મ માટે વસૂલે છે 200 કરોડ
જણાવી દઈએ કે આ ફિલ્મને જાણીતા ડિરેક્ટર ગોપીચંદ માલિનેનીએ ડિરેક્ટ કરી છે. તેઓએ અગાઉ પણ ઘણી હિટ ફિલ્મો આપી છે. ફિલ્મમાં સની અને રણદીપ ઉપરાંત રેજિના કેસેન્ડ્રા, વિનીત કુમાર સિંહ, રામ્યા કૃષ્ણન અને જગપતિ બાબુ જેવા દમદાર કલાકારો જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.