બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:48 PM, 11 December 2024
Raj Kapoor: હિન્દી સીનેમા (hindi Cinema)ના શોમેન રાજ કપૂરની 14મી ડિસેમ્બરે 100મી જન્મજયંતિ છે. આ પ્રસંગે કપૂર પરિવારે 14મી ડિસેમ્બરે આરકે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે. તેઓ આ ફિલ્મ ફેસ્ટિવલ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવા ગયા હતા . આ દરમિયાન આખો કપૂર પરિવાર જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો સામે આવ્યા છે.
ADVERTISEMENT
Actor Kareena Kapoor Khan says, "We are deeply humbled and honored to have been invited by the Honourable Prime Minister, Shri Narendra Modi, to commemorate the extraordinary life and legacy of our grandfather, the legendary Raj Kapoor."
— ANI (@ANI) December 11, 2024
"Thank you Shri Modi ji for such a… pic.twitter.com/h6YvxvQ5Q4
પરિવારના સભ્યોએ તસવીરો શેર કરી
ADVERTISEMENT
કપૂર પરિવારના ઘણા લોકોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ખાસ પળની ઘણી તસવીરો શેર કરી છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. નીતુ કપૂરથી લઈને કરીના કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં કપૂર પરિવાર વડાપ્રધાન મોદી સાથે વાત કરતા તેમજ પીએમ મોદી સાથે પોઝ આપતો જોવા મળે છે. તેની આ તમામ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફોટો શેર કરતી વખતે નીતુ કપૂરે પણ એક લાંબી પોસ્ટ લખી હતી.
રાજ કપૂરની ફિલ્મો ફરીથી જોવાની તક મળશે
ઉલ્લેખનીય છે કે, 13 થી 15 ડિસેમ્બર સુધી 34 શહેરોના 101 થિયેટરોમાં એક વિશેષ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ રાજ કપૂરની સિનેમાને સમર્પિત હશે અને તેને અત્યાર સુધીનો સૌથી મોટો રિવ્યુ માનવામાં આવે છે. શતાબ્દીની ઉજવણી દરમિયાન દર્શકોને રાજ કપૂરની શાનદાર ફિલ્મો ફરીથી મોટા પડદા પર જોવાની તક મળશે. આ ફેસ્ટિવલ તેમની હિટ અને યાદગાર ફિલ્મો જેમ કે 'આવારા' (1951), 'શ્રી 420' (1955), 'સંગમ' (1964), 'મેરા નામ જોકર' (1970) તેમજ તેનાથી પણ વધુ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવશે.
વધુ વાંચો : બોક્સ ઓફિસ પર પુષ્પા 2નો દબદબો, સતત છઠ્ઠા દિવસે કલેક્શન કરોડોને પાર, તોડ્યો રેકોર્ડ
રાજ કપૂરે આ ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી
હિન્દી સિનેમાના અસલી શોમેન રાજ કપૂરે 1935માં ફિલ્મ 'ઇન્કલાબ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે પછી તેણે 1947 સુધી હમારી બાત, ગૌરી, નીલ કમલ, જેલયાત્રા, ચિત્તોડ વિજય સહિત અભિનેતા તરીકે કામ કર્યું. દિગ્દર્શક તરીકેની તેમની સફર 'આગ' ફિલ્મથી શરૂ થઈ હતી, જેમાં તેઓ એક અભિનેતા હતા અને નરગીસ અભિનેત્રી હતી. તેમની આ ફિલ્મ સુપરહિટ થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT