બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:36 PM, 19 June 2025
પરેશ રાવલનું હેરા ફેરી 3માંથી બહાર થવું ફિલ્મ ફ્રેન્ચાઈઝીના ચાહકો માટે સૌથી મોટો ઝાટકો સાબિત થયો છે. જેને તેઓ આજે પણ સ્વીકારી શક્યા નથી. તેમની આ એક્ઝિટ એ સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. પરેશ રાવલના આ નિર્ણયને ચાહકો સ્વીકારવા તૈયાર નથી અને સતત તેમના પાછા ફરવાની આશા રાખી રહ્યાં છે.
ADVERTISEMENT
એવું કહેવામાં આવે કે માત્ર ચાહકો નહીં પણ ખુદ અક્ષય કુમાર પણ એમ જ ઇચ્છે છે. જો કે મામલો કોર્ટમાં છે પણ તાજેતરમાં અભિનેતાએ આ વિષય પર વાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે બધું સારું થઈ જશે.
અક્ષય કુમારને છે આશા
ADVERTISEMENT
અક્ષય કુમારે હાલમાં આપેલા ઇન્ટરવ્યુમાં હેરા ફેરી 3ને લઈ પહેલીવાર મૌન તોડ્યું. જ્યારે તેમની પાસે ફિલ્મની હાલની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે કહ્યું કે,
"જે કંઈ થઈ રહ્યું છે, એ બધાની સામે છે. આંગળીઓ ક્રોસ કરી છે, આશા છે કે બધું સારું થશે." અક્ષયે આગળ ભરોસો વ્યક્ત કરતાં કહ્યું કે "બધું સારું થશે, મને સંપૂર્ણ વિશ્વાસ છે."
ADVERTISEMENT
જાણવું યોગ્ય છે કે પરેશ રાવલના ફિલ્મ છોડી દેતાં આ મામલો કાનૂની દિશામાં વળી ગયો હતો, જ્યારે અક્ષય કુમારની કંપની Cape Of Good Cinema એ તેમના પર રૂપિયા 25 કરોડનો કેસ કરી દીધો હતો. ત્યાર પછી ઘણું બધું બન્યું. બંને વચ્ચે મનદુઃખની ઘણી વાતો બહાર આવી. બીજી બાજુ, પરેશ રાવલને ટ્વિટર પર ચાહકો દ્વારા હીરો કહીને ફિલ્મમાં વાપસી કરવાની માંગ પણ કરવામાં આવી. પણ પરેશ રાવલે ઇન્કાર કરી દીધો કે તેઓ હીરો નથી.
NO … There are Three Heroes in Hera Pheri . 🙏❤️ https://t.co/k7naUD5jiC
— Paresh Rawal (@SirPareshRawal) June 9, 2025
ADVERTISEMENT
અક્ષય-પરેશ વચ્ચેનો વિવાદ
અક્ષય કુમાર અને પરેશ રાવલ વચ્ચે ચાલતો આ વિવાદ ત્યારે શરૂ થયો હતો, જ્યારે પરેશ રાવલે હેરા ફેરી 3માંથી અલગ થવાનું જાહેર કર્યું હતું. એક ઇન્ટરવ્યુમાં પરેશ રાવલે કહ્યું હતું કે
ADVERTISEMENT
"તેમનું પ્રખ્યાત પાત્ર હવે તેમના માટે "ગળાનો ફાંસો" બની ગયું છે અને હવે તેઓ કંઈક નવી બાબત કરવા માંગે છે, એક જ પ્રકારના પાત્રોમાં બંધાઈ રહેવા માંગતા નથી."
ત્યારબાદ ખબર પડી કે પરેશ રાવલ ફિલ્મનો પ્રોમો શૂટ કર્યા બાદ તેમાંથી દૂર થવાનો નિર્ણય લીધો. એવું કહેવામાં આવ્યું કે તેમણે ફી અને ક્રિએટિવ તફાવતને લીધે આ પગલું ભર્યું. પણ વાતચીતથી મામલો ન ઉકેલાતા અક્ષય કુમારે તેમના પર કેસ કરી દીધો. તેના જવાબમાં પરેશ રાવલે સાઇનિંગ અમાઉન્ટ સાથે વ્યાજ પણ પરત આપી દીધું, જેના કારણે વિવાદ વધુ ઊંડો થયો.
ADVERTISEMENT
વધુ વાંચો: બોયફ્રેન્ડનો હાથ પકડીને લંડનના રસ્તાઓ પર ફરતી જોવા મળી જાહ્નવી કપૂર
જો કે આ બધાની વચ્ચે, અક્ષય કુમાર અને પરેશ રાવલ એ તાજેતરમાં પ્રિયદર્શનની હોરર-કૉમેડી ફિલ્મ ભૂત બંગલોની શૂટિંગ સાથે પૂરી કરી છે. પણ રિપોર્ટ્સ મુજબ હવે તેમની વચ્ચે પહેલાની જેમ મિત્રતા રહી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.