બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Hera Pheri 3'ને અલવિદા કહ્યાં બાદ પરેશ રાવલે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ

મનોરંજન / 'Hera Pheri 3'ને અલવિદા કહ્યાં બાદ પરેશ રાવલે લીધો ચોંકાવનારો નિર્ણય, જાણો કેમ

Last Updated: 09:40 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક ‘હેરા ફેરી 3’ ખાસ ચર્ચામાં રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફિલ્મમાંથી પરેશ રાવલના હટવાના સમાચાર આવ્યા બાદ હવે તેમણે એવું મોટું પગલું ભર્યું છે કે જેને કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે. તો જાણી લો કે આખરે તેમણે આવું પગલું શા માટે ભર્યું?

‘હેરા ફેરી’ ફિલ્મ શ્રેણીમાં બાબૂ ભૈયાના પાત્રમાં જાણીતા થઈ આવેલા અભિનેતા પરેશ રાવલ ફરી એક વાર ચર્ચામાં છે. થોડા સમય પહેલાં તેમણે ‘હેરા ફેરી 3’ ઓફિશિયલી છોડી દીધી હતી. હવે મળતી માહિતી અનુસાર પરેશ રાવલે પોતાને મળેલ સાઇનિંગ અમાઉન્ટ પરત આપ્યું છે એ પણ વ્યાજ સહિત! તો શા માટે તેમણે આવું કર્યું એ જાણવું રસપ્રદ છે.

પરેશ રાવલએ વ્યાજ સહિત પૈસા પરત આપ્યા

એક રિપોર્ટ મુજબ પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે રૂપિયા 11 લાખની સાઇનિંગ અમાઉન્ટ મળી હતી. હવે તેઓએ આ રકમ 15 ટકા વાર્ષિક વ્યાજ સાથે પરત કરી છે. એવી માહિતી પણ મળી છે કે પરેશ રાવલે મૂળ રકમ કરતા થોડી વધુ રકમ આપી છે જેથી ફિલ્મના નિર્માતાઓને કોઈ મુશ્કેલી ન થાય.

hera-pheri-3

ફિલ્મની શરતો બની કારણ?

મીડિયા રિપોર્ટ મુજબ પરેશ રાવલને ‘હેરા ફેરી 3’ માટે કુલ 15 કરોડ રૂપિયા મળવાના હતા. જેમાંથી 11 લાખ રૂપિયાની સાઇનિંગ અમાઉન્ટ તેઓએ મેળવી લીધી હતી, જ્યારે બાકી 14 કરોડ 89 લાખ રૂપિયા તેમને ફિલ્મ રિલીઝ થયા પછી એક મહિને મળવાના હતા.

એમ કહેવાય છે કે આ પ્રકારની શરતો પરેશ રાવલને પસંદ ન પડી, અને આ કારણે તેમણે ફિલ્મ છોડી હતી. વધુમાં એવું પણ જણાવાયું છે કે ફિલ્મ 2026ના અંત પહેલાં રિલીઝ થઈ શકે તેમ નથી.

વધુ વાંચો: પરેશ રાવલને અક્ષય કુમારે મોકલી 25 કરોડની લીગલ નોટિસ, શું 'Hera Pheri 3' છોડવી ભારે પડી?

અક્ષય કુમારની કંપનીએ કેસ કર્યો?

કેટલાંક રિપોર્ટ્સ અનુસાર એવી જાણકારી પણ મળી છે કે અક્ષય કુમારની કંપની ‘કેપ ઓફ ગુડ ફિલ્મ્સ’ દ્વારા પરેશ રાવલ સામે રૂ. 25 કરોડનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. કહેવાય છે કે પરેશ રાવલના ફિલ્મમાંથી અચાનક બહાર નીકળી જવાથી નિર્માતાઓને ભારે નાણાંકીય નુકસાન વેઠવું પડ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paresh Rawal Hera Pheri 3 reason for leaving the film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ