બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / જલિયાંવાલા બાગની રૂંવાડા ઉભી કરી દેતી દમદાર કહાની, કેસરી ચેપ્ટર 2નો વાંચો ફર્સ્ટ રિવ્યૂ
Last Updated: 07:25 PM, 18 April 2025
અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર યારે આવ્યું ત્યારથી ઓડિયન્સ આ ફિલ્મથી ઈમ્પ્રેસ થઈ રહી છે. જલિયાંવાલા બાગની કહાની બહાર લાવવા માટે ભારતના બ્રિટિશ સરકાર વિરુદ્ધ કેસ લડનાર શંકરન નાયરની કહાની, એવી કહાની જે ઇતિહાસના પન્નામાં દબાઈને રહી ગઈ.
ADVERTISEMENT
'કેસરી ચેપ્ટર 2' નો સૌથી પહેલો દાવો એ હતો એ ફિલ્મ આ કહાનીને બહાર લઈને આવશે. ફિલ્મમાં શંકરન નાયરના પાત્રમાં અક્ષય કુમાર સાથે અનન્યા પાંડે અને માધવન પણ છે. ટ્રેલરથી એક પિરિયડ કોર્ટરૂમ ડ્રામા વાળી આ ફિલ્મમાં રસ પેદા કરનાર બીજું એક કારણ છે અક્ષય અને માધવન આમનો-સામનો. 'કેસરી ચેપ્ટર 2' જોતાં એક વાત તો પાક્કી છે કે આ ત્રણેય એક્ટર્સનું કામ તમને ચોક્કસ ઈમ્પ્રેસ કરશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું 'કેસરી ચેપ્ટર 2' ના ટ્રેલર પોતાના સૌથી મોટા અને મહત્વપૂર્ણ વચનને નિભાવી શક્યું?
ADVERTISEMENT
ઇતિહાસની કિતાબથી નીકળ્યું 'કેસરી 2' નું પાનું
અક્ષયની ફિલ્મ જલિયાંવાલા બાગ નરસંહારથી શરૂ થાય છે. 13 વર્ષનો એક છોકરો તે પાત્ર છે જે તમને જલિયાંવાલા બાગમાં 13 એપ્રિલ 1919 ની સાંજે બનેલી 'લોહિયાળ જંગ' ની વિભત્સતાનો અનુભવ કરાવે છે. આ બાદ કહાની ફોકસ કરે છે શંકરન નાયર પર જે 'ઈન્ડિયાના ટોપ બેરિસ્ટર' છે અને બ્રિટિશ સરકારને એક કેસમાં જીત અપાવ્યા બાદ તેમણે સરકારમાં એક મોટું પદ મળી જાય છે.
આ દરમિયાન જલિયાંવાલા બાગની ભયાનક ઘટના આવવાની શરૂ થાય છે અને તે 13 વર્ષનો છોકરો, નાયરના અંદર દેશભક્તિ સાથે સ્વતંત્રતાની ભાવના જગાડવાનું કારણ બનાવે છે. પરંતુ અત્યારે પણ નાયરને અંદર કઈક સંકોચ હોય છે, જે એક યુવા મહિલા વકીલ દિલરીત (અનન્યા) ના આવવા પર તૂટે છે, જે તેમનાથી ઇન્સ્પાયર થઈને આ વ્યવસાયમાં આવી છે. નાયર બ્રિટિશ રાજમાં, બ્રિટિશ અદાલતમાં, જલિયાંવાલા બાગની ઘટના માટે બ્રિટિશ સરકાર એટલે 'ધ ક્રાઉન' પર કેસ કરે છે.
સરકાર તરફથી કેસ લડવાની જવાબદારી અડધા બ્રિટિશ, અડધા ભારતીય મેકકિનલી (માધવન) ને મળે છે. આ કેસમાં શંકર જીતે છે કે નહીં? જલિયાંવાલા બાગમાં નિઃશસ્ત્ર લોકો પર ગોળીબારનો આદેશ આપનાર જનરલ ડાયર કઠેડામાં આવશે કે નહીં? શું તે સમયે પંજાબના લેફ્ટનન્ટ ગવર્નર માઈકલ ઓ'ડ્વાયરની ભૂલ સાબિત થઈ છે કે નહીં? 'કેસરી ચેપ્ટર 2' તમને થિયેટરમાં આ જ બતાવે છે.
વધુ વાંચો: PHOTOS : રાશા થડાનીએ પર્પલ ડ્રેસમાં દેખાડ્યો જલવો, ગ્લેમરસ લુકના અંદાજે ફેન્સની વાહવાહી મેળવી
જોકે, ઐતિહાસિક તથ્યોની ઓળખ કરવી અને તેના પર ચર્ચા કરવી ઇતિહાસ વાંચનારની જવાબદારી છે. એટલા માટે આ ચીજને બાદ કરતાં 'કેસરી 2' સામાન્ય દર્શકોને ખૂબ ઈમ્પ્રેસ કરી શકે છે. ઇતિહાસ ફિકશનમાં ભળી જતાં જોઈને થતા અવિશ્વાસને બાજુમાં રાખો તો આ ફિલ્મ તમને થોડી વધારે ઈમ્પ્રેસ કરશે. પરંતુ આવી ઇતિહાસ આધારિત ફિલ્મોની સૌથી મોટી સફળતા એ છે કે તેમને જોયા પછી, ફિલ્મના મુદ્દાને જાણવા, સમજવા અને વાંચવાની તમારી ઇચ્છા વધારે વધી જાય છે. અને આ મામલામાં 'કેસરી પ્રકરણ 2' સફળ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.