બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'મારો દીકરો મારો ઉત્તરાધિકારી નહીં...' અમિતાભ બચ્ચને અભિષેક વિશે આવું કેમ કહ્યું?

મનોરંજન / 'મારો દીકરો મારો ઉત્તરાધિકારી નહીં...' અમિતાભ બચ્ચને અભિષેક વિશે આવું કેમ કહ્યું?

Last Updated: 04:49 PM, 20 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિતાભે X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું, 'મારા દીકરાઓ ફક્ત એટલા માટે મારા વારસદાર નહીં બને કે તેઓ દીકરા છે. જે મારા વારસદાર બનશે તે મારા દીકરાઓ જ બનશે. આદરણીય બાબુજીના શબ્દો.અને અભિષેક તે ભૂમિકા ભજવી રહ્યો છે.' આ ટ્વીટે  યુઝરને કન્ફ્યુઝ કરી દીધા છે.

અમિતાભ બચ્ચન અને તેમના દિકરા અભિષેક બચ્ચનનો ખૂબ સારો સંબંધ છે. દીકરા સાથ આપવા અને તેના વખાણ કરવાનો કોઈ મોકો બિગ બી નથી છોડતા. તાજેતરમાં જ ઉજબેકિસ્તાનના તાશકંદમાં અભિષેકને સન્માનિત કરવામાં આવ્યો હતો. અહીં તેની ફિલ્મોના ગીતો ગાવામાં આવ્યા અને એક્ટરના કામને સેલિબ્રેટ કરવામાં આવ્યું. આના અમિતાભના દીકરાને શુભકામના આપતા તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો. જોકે હવે બિગ બીએ પોતાના એક ટ્વિટથી હલચલ મચાવી દીધી છે.

અમિતાભની પોસ્ટ વાયરલ

અમિતાભે X પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં લખ્યું, 'મારા દીકરાઓ ફક્ત એટલા માટે મારા વારસદાર નહીં બને કે તેઓ દીકરા છે. જે મારા વારસદાર બનશે તે મારા દીકરાઓ જ બનશે. આદરણીય બાબુજીના શબ્દો. અને અભિષેક તે ભૂમિકા ભજવી રહ્યો છે. નીચે વાંચો, એક નવી શરૂઆત.' બિગ બીના આ પોસ્ટે યુઝરને કન્ફ્યુઝ કરી દીધા છે. કોમેન્ટ સેકશનમાં ઘણી ગૂંચવણમાં ફસાયેલા યુઝરે પોસ્ટનો મતલબ પૂછ્યો છે. તો અમુકે X ના AI આસિસ્ટન્ટ Grok થી બચ્ચનના ટ્વીટનો અર્થ પૂછી લીધો.

T 5323 - मेरे बेटे, बेटे होने से मेरे उत्तराधिकारी नहीं होंगे, जो मेरे उत्तराधिकारी होंगे वो मेरे बेटे होंगे 🙏🙏
पूज्य बाबूजी के शब्द 🙏🙏
और ABHISHEK उसे निभा रहे हैं
👇🏽 नीचे भी पढ़िए, एक नयी शुरुआत
— Amitabh Bachchan (@SrBachchan) March 19, 2025

એક યુઝરે કોમેન્ટ કરી, 'ગ્રોક, અહીં કવિ શું કહેવાય ઈચ્છે છે?' બીજાએ લખ્યું, 'T 5323 નો અર્થ શું છે? ગ્રોક આ દરેક ટ્વિટમાં હોય છે.' એકે લખ્યું, 'ગ્રોક, અમિતાભ બચ્ચનના ઉત્તરાધિકારી બનવા માટે મારે શું કરવું જોઈએ?' ત્યારે ઘણા યુઝર બિગ બીના આ ટ્વીટને અભિષેક બચ્ચનની નવી ફિલ્મ 'બી હેપ્પી' થી જોડી રહ્યા છે.

વધુ વાંચો- ચહલ-ધનશ્રીના છૂટાછેડાનો આજે અંતિમ ફેંસલો, આપવા પડશે આટલા કરોડ

બિગ બી થી થાય છે દીકરાની તુલના

અભિષેક બચ્ચન પોતાના કરિયરની શરૂઆતથી જ પિતા અમિતાભ બચ્ચન સાથે તુલનાને લઈને પરિવારની લેગેસીને લઈને પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. જાન્યુઆરી 2025 માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું, 'આ ક્યારે સરળ નહીં થાય. પરંતુ 25 વર્ષો સુધી એક જ સવાલનો સામનો કર્યા બાદ હું ઇમ્યુન થઈ ગયો છું. જો તમે મારી તુલના મારા પિતા સાથે કરી રહ્યા છો તો મારી તુલના બેસ્ટ વ્યક્તિ સાથે કરી રહ્યાં છો. જો તમે મારી સરખામણી બેસ્ટ સાથે કરી રહ્યા છો, તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક હું આ મહાન નામોમાં ગણાવાને લાયક છું. મારા માતા-પિતા મારા માતા-પિતા છે. મારો પરિવાર મારો પરિવાર છે. મારી પત્ની મારી પત્ની છે. મને તેના પર અને તેની પર ખૂબ ગર્વ છે.'

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

abhishek bachchan amitabh bachchan bollywood news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ