બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Netflix યુઝર્સ માટે બેડ ન્યૂઝ! એપ્રિલમાં હટાવી દેવાશે આ ફિલ્મ્સ-વેબ સિરીઝ, ક્યાંક તમારી ફેવરિટ...!
Last Updated: 08:51 AM, 25 March 2025
સૌ કોઇ પાસે અત્યારે એક OTT પ્લેફોર્મ તો હશે જ , એ છે Netflix. કારણ કે તે સસ્તુ પણ છે અને તેમા નવા શો, ફિલ્મો આવતી રહેતી હોય છે. Netflix દર મહિને તેની ફિલ્મો અને શોની લાઇબ્રેરી અપડેટ કરે છે. તેમાં કેટલીક નવી ફિલ્મો અને વેબ સિરીઝ ઉમેરાય છે, જ્યારે કેટલીક જૂની ફિલ્મો અને શો દૂર કરવામાં આવે છે. તો હવે તમે Netflix કયા શો કે ફિલ્મો નહી જોઇએ શકો તેના વિશે અમે તમને માહિતી આપશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
Netflix પાસે દરેક ફિલ્મ કે શોને સ્ટ્રીમ કરવા માટે ચોક્કસ સમય માટે લાઇસન્સ હોય છે. જ્યારે તે સમય સમાપ્ત થાય, ત્યારે તે શો કે ફિલ્મ દૂર કરવામાં આવે છે. જો કોઈ શો કે ફિલ્મ ખૂબ ઓછા લોકો જોઈ રહ્યા હોય, તો Netflix તેને હટાવી શકે છે. નેટફ્લિક્સ નિયમિતપણે નવી ફિલ્મો અને વેબ સિરીઝ ઉમેરતું હોવાથી, જૂની ફિલ્મો કે શો દૂર કરવા જરૂરી બને છે. એપ્રિલ 2025માં Netflix પરથી દૂર થતી કેટલીક મોટી ફિલ્મો અને શો
3 એપ્રિલે Powerpuff Girls (Season 1-6) અને Surviving R. Kelly (Season 1) હટાશે, જ્યારે 5 એપ્રિલે Coded Beliefs (2020) અને Fix Us (2019) ઉપલબ્ધ નહીં રહે. 8 એપ્રિલે Megan Levy (2017) અને 10 એપ્રિલે The Act of Murder: Theatrical Cut (2012) પ્લેટફોર્મથી દૂર થશે. 12 એપ્રિલે A Quiet Place Part II (2021) અને Clifford the Big Red Dog (2021) હટાવવામાં આવશે. 15 એપ્રિલે Inherited (2018) અને 26 એપ્રિલે Knights of the Zodiac (2023) તથા Yogi Berra: It's Not Over (2023) પણ સ્ટ્રીમિંગમાંથી દૂર કરવામાં આવશે.
આ પણ વાંચો : PM મોદી પર ચઢ્યો 'છાવા'નો ખુમાર! આ તારીખે જોશે ફિલ્મ, કેબિનેટ મંત્રીઓ-સાંસદો રહેશે સાથે
Netflix ના 'Leaving Soon' વિભાગ છે. આ વિભાગમાં ટૂંક સમયમાં દૂર થનારી ફિલ્મો અને શોની માહિતી મળી શકે. સાથે Netflixના સત્તાવાર રીતે ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને બ્લોગ્સ પર આવી અપડેટ્સ જાહેર કરે છે. FlixPatrol અને JustWatch જેવી વેબસાઇટ્સ Netflix અને અન્ય સ્ટ્રીમિંગ સર્વિસ પરના અપડેટ્સ દર્શાવે છે. જો તમે ઉપરની કોઈપણ ફિલ્મ કે શો જોવા માંગો છો, તો Netflix પરથી તે દૂર થવામાં આવે તે પહેલાં જ જોઈ લો!
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.