બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'સ્પેશિયલ ઓપ્સ 2'નું રૂંવાડા ઊભા કરે તેવું ટ્રેલર, સાયબર વૉર પર હિંમત સિંહનો વાર, તારીખ કરી લો નોટ
Last Updated: 06:43 PM, 16 June 2025
‘સ્પેશલ ઓપ્સ’ નો સિક્વલ લાંબા સમયની રાહ બાદ OTT પર આવવા માટે તૈયાર છે, જેમાં હિંમત સિંહ અને તેની એલિટ ટીમે પ્રથમ વખત દર્શકોને પોતાના એક્શનથી મંત્રમુગ્ધ કર્યા હતા. જિયો હોટસ્ટાર પર ‘સ્પેશલ ઓપ્સ 2’ નું સસ્પેન્સફુલ ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. સાથે જ સિરીઝની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે, જે 11 જુલાઈ 2025થી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થવા લાગી જશે.
ADVERTISEMENT
કે.કે. મેનન સાથે બીજા કલાકારો
કે.કે. મેનન પોતાનાં આઈકૉનિક પાત્ર હિંમત સિંહના રોલમાં પાછા ફરી રહ્યા છે અને આ ‘સ્પેશલ ઓપ્સ (2020)’ ની સ્ટોરીને આગળ લઈ જાય છે અને તેના પ્રિક્વલ સ્પિન-ઓફ ‘સ્પેશલ ઓપ્સ 1.5: ધ હિંમત સ્ટોરી’ નો ફોલો-અપ છે. સિરીઝમાં મેહર વિજ, સૈયામી ખેર, વિનય પાઠક, મુઝમ્મિલ ઇબ્રાહિમ અને કરણ ટેકર જેવા કલાકારો પણ પાછા આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા તાહિર રાજ ભસીન અને પ્રકાશ રાજ પણ જાસૂસી ડ્રામા સાથે જોડાઈ રહ્યા છે અને થ્રિલર કહાનીમાં નવો રોમાંચ લઈને આવી રહ્યા છે.
ADVERTISEMENT
સાઇબર યુદ્ધની કહાની
હિંમતસિંહ પોતાની વિશ્વાસપાત્ર ટીમને સાઇબર આતંકવાદ સામે લડવા માટે એકઠા કરે છે. ટ્રેલરમાં જબરદસ્ત એક્શન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડિજિટલ વોર સાથે જોડાયેલી વાતોની ઝલક જોવા મળે છે. હિંમત સિંહ કહેતા જોવા મળે છે, ‘હવે જે દેશ સાઇબર વોર જીતશે, એ જ બધું જીતશે.’ હિંમત સિંહનું આ નિવેદન સિક્વલનો સાર છે, જે ભવિષ્યમાં દેશની સુરક્ષા માટે સાઇબર યુદ્ધના ભૂમિકા પર પ્રકાશ નાખે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જિયો હોટસ્ટાર પર 11 જુલાઈથી સ્ટ્રીમ થશે
જિયો હોટસ્ટારએ ઈન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘આ વખતે દરેક કોઈ છે ટાર્ગેટ! સાઇબર આતંકવાદ સામે હિંમત સિંહ અને તેની ટીમ. ‘સ્પેશલ ઓપ્સ 2’ 11 જુલાઈથી માત્ર જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.’ સિરીઝના નિર્માતા નીરજ પાંડે એ એક ઈન્ટરવ્યૂમાં ત્રીજા સીઝન વિશે કહ્યું, ‘પહેલા સ્પેશલ ઓપ્સ 2 ને આવવા દો. અમે તમારું ફીડબેક લઈશું અને જો દર્શકો અમને વધુ એક બનાવવા માટે પ્રેરણા આપશે, તો કેમ નહીં!’
ADVERTISEMENT
વધુ વાંચો: ખલનાયકનો ખૂંખાર અવતાર! The RajaSaabનું ટીઝર રીલીઝ, પ્રભાસ પર ભારે પડ્યો સંજય દત્તનો ભૂતિયા લૂક
જબરદસ્ત એક્શનનો વાયદો કરે છે ‘સ્પેશલ ઓપ્સ 2’
ADVERTISEMENT
‘સ્પેશલ ઓપ્સ 2’ ને જ્યોર્જિયા, તુર્કી અને બુડાપેસ્ટ જેવા દેશોમાં ફિલ્માંકન કરવામાં આવી છે, જે એક ધમાકેદાર કહાની અને જબરદસ્ત એક્શનનો વાયદો કરે છે. આ વખતે ખતરો ફક્ત શારીરિક નહીં પરંતુ ડિજિટલ પણ છે. કહાની ભારત પર થતાં વૈશ્વિક સાઇબર ખતરા પર આધારિત છે, કારણ કે દેશમાં સૌથી વધુ UPI યુઝર્સ છે, જેઓની પ્રાઈવસી જોખમમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.