બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'મારી સાથે શારીરિક શોષણ થયું..', દો પત્તી ફિલ્મ જોઈને અભિનેત્રીને યાદ આવ્યા ખૌફનાક પળ
Last Updated: 09:53 PM, 16 March 2025
'કસૌટી જિંદગી 2' માં પ્રેરણાનું પાત્ર ભજવનાર એરિકા ફર્નાન્ડિસ ઘણા સમયથી પડદા પરથી ગાયબ છે. અભિનેત્રી મુંબઈ છોડીને દુબઈમાં સ્થાયી થઈ ગઈ. જોકે, તે સોશિયલ મીડિયા દ્વારા સતત તેના ચાહકો સાથે જોડાયેલા રહે છે. હવે, અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે તેના ભૂતકાળના સંબંધોમાં તેને માર મારવામાં આવ્યો હતો. આ સાથે ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી. આરિયાના આ ખુલાસાથી હલચલ મચી ગઈ છે.
ADVERTISEMENT
એરિકા ફર્નાન્ડિસે એક પોડકાસ્ટમાં તેના જૂના સંબંધ વિશે આ ખુલાસો કર્યો. અભિનેત્રીએ કહ્યું, ઘણી વખત લોકો તમારી પાસે એવું ધારીને આવે છે કે તે એક અભિનેત્રી હોવાથી તેના ઘણા અફેર્સ હોવા જોઈએ. મારા છેલ્લા સંબંધમાં પણ એવું જ બન્યું હતું કે હું અત્યારે એક અભિનેત્રી છું, પણ જો તે બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થયો હોત તો મારે આ ઇન્ડસ્ટ્રી છોડી દેવી પડી હોત.
ADVERTISEMENT
આ મારા સંબંધની સૌથી મોટી શરત હતી. તે અભિનેતા નહોતો. એક ઉદ્યોગપતિ હતો. હું તેને પાર્ટ ટાઇમ બિઝનેસમેન કહીશ. હું તેનાથી દૂર ગઈ એ મારા માટે સારું હતું. એરિકાએ કહ્યું કે હું સિંગલ છું. કારણ કે હું મારા જીવનમાં આગળ વધી શકી નહીં. આ બધું મારી સાથે થયું. મેં જીવનમાં ઘણી મુશ્કેલીઓ અને ઉતાર-ચઢાવમાંથી પસાર થયું છે. પણ તે અનુભવોએ મને ઘડી છે.
એરિકાએ તેમના સંબંધોને હિંસક ગણાવ્યા. તેણીએ કહ્યું, મારો સંબંધ એક એવા તબક્કે પહોંચ્યો જ્યાં મારું શારીરિક શોષણ થયું. હું આ વિશે વધુ વાત કરવા માંગતી નથી. કારણ કે એક અભિનેતા હોવાથી બધું જ સમાચાર બની જાય છે. જો અમે પોલીસ પાસે ગયા હોત, તો સમાચાર મીડિયામાં ફેલાઈ ગયા હોત. જ્યારે પણ હું એવી ફિલ્મ જોઉં છું જેમાં સ્ત્રીઓનું શારીરિક શોષણ થતું હોય અથવા કોઈ ખરાબ વર્તન કરતું હોય, ત્યારે મને ભૂતકાળની ઘટનાઓ યાદ આવે છે. દો પટ્ટી ફિલ્મ જોયા પછી મને તે ભયાનક દિવસો યાદ આવી ગયા. તમને જણાવી દઈએ કે 'કસૌટી જિંદગી કે 2' સિવાય એરિકા 'કુછ રંગ પ્યાર કે', 'લવ અધુરા' જેવા ઘણા ટીવી શોમાં જોવા મળી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.