બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / સૈફ-કરીના વચ્ચે ડખો? એક ઘરમાં રહેવા છતાં એકબીજાને નથી મળી શકતા, કારણ થયું જગજાહેર
Last Updated: 06:11 PM, 20 July 2024
છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ અને ક્રિકેટ જગતમાં છૂટાછેડા અને ઝઘડા થવાના કિસ્સા આવતા હોય છે. ત્યારે આ વચ્ચે તાજેતરમાં કરીના કપૂરે આપેલ એક ઇન્ટરવ્યુમાં એક જ ઘરમાં સાથે રહેવા છતાં તે બંને ઘણા દિવસો સુધી મળી શકતા ન હોવાનું જણાવ્યું હતું. તથા સૈફ સાથે કઈ બાબતે ઝઘડો થતો હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
કરીના કપૂરે વર્ષ 2012 માં સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા હતા. હાલ કરીના કપૂર સૈફ સાથે હેપ્પી મેરેજ લાઈફ એન્જોય કરી રહી છે. તેમના તૈમુર અને જેહ નામના બે દિકરાઓ છે. ઘણી વાર કરીના કપૂર તેના પતિ અને દિકરા સાથે વેકેશનના ફોટાઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી હોય છે. ત્યારે આ દરમિયાન તેણે પોતાના લગ્નને લઈ મોટી વાત કરી હતી. જેમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે સૈફ સાથે થયા લગ્ન બાદ તેનામાં કેટલો બદલાવ આવ્યો છે. આ સિવાય કરીનાએ જણાવ્યું હતુ કે ક્યારેક તે બંનેને એકબીજા માટે સમય કાઢવો કેટલું મુશ્કેલ બની જાય છે. જેના કારણે બંને વચ્ચે ઝઘડાઓ થાય છે.
ADVERTISEMENT
એક જ ઘરમાં રહેવા છતાં બંને એકબીજાને જોઈ નથી શકતા
કરીના કપૂર અને સૈફ અલી ખાન આ વર્ષે તેમની શાદીની 12 મી વર્ષગાંઠ ઉજવવાની તૈયારી કરી રહ્યા છે. જે દરમિયાન હાલમાં કરીનાએ આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટર સાથે લગ્ન કરવા કરવાની સાઈડ ઇફેક્ટ બાબતે ખુલીને વાત કરી હતી. કરીનાએ જણાવ્યુ હતુ કે એક વાર સૈફ સવારે 4.30 એ આવ્યા અને સુઈ ગયા. અને હું કામ પર જતી રહી. જાગ્યા પછી એ શૂટિંગ માટે નીકળી ગયા. અને હું પછીના દિવસે બેંગકોક જવાની તૈયારીમાં લાગી ગઇ હતી.
આ સમયે ઘરમાં હોવા છતાં એકબીજાને જોઈ શકતા નથી. તેણે જણાવ્યુ હતુ કે ટાઇમ બેલેન્સ કરવું ઘણું અઘરું છે. અમે સાથે દિવસ વિતાવવા માટે કેલેન્ડર લઇને બેસી જઈએ છીએ. જ્યારે એક ઘરમાં બે એક્ટર હોય ત્યારે આવું ચાલ્યા કરે.
વધુ વાંચો : મોટી મોટી કંપનીઓ કરતા આ બેનની આવક છે અનેકગણી, જાણીતા સુપરસ્ટાર માટે કરે છે કામ
શું છે સૈફ-કરીના વચ્ચેના ઝઘડાનું કારણ?
કરીનાએ એ પણ જણાવ્યુ હતુ કે મોટાભાગે કામની વ્યસ્તતાના કારણે એકબીજાને મળી નથી શકતા, ત્યારે ઝઘડા થાય છે. અભિનેત્રી જણાવે છે કે અમે પૈસા માટે નથી લડતા, પરંતુ ક્યારે સૈફ તૈમુરને વધારે જાગવાની પરમિશન આપે ત્યારે હું ભડકી જાઉં છું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India's Got Latent / 'હું ડરેલો છું.. ભાગી રહ્યો નથી...' વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયાએ શેર કરી પોસ્ટ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.