બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 'હું તને કામ આપીશ, પણ તારે મારી સાથે સૂવું પડશે,' કાસ્ટિંગ કાઉચને લઈને અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

મનોરંજન / 'હું તને કામ આપીશ, પણ તારે મારી સાથે સૂવું પડશે,' કાસ્ટિંગ કાઉચને લઈને અભિનેત્રીએ કર્યો મોટો ખુલાસો

Last Updated: 04:05 PM, 17 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બૉલીવુડ અને કાસ્ટિંગ કાઉચ એક્બીજાના ક્યારેક પૂરક હોય તેવું લાગે છે. હાલમાં જ વર્ષ 2024 માં આવેલી ફિલ્મ 'આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ' ની એક્ટ્રેસ કશિકા કપૂરે આ વાત જણાવી હતી.

22 વર્ષની ઉંમરે બૉલીવુડમાં પોતાની ઓળખાણ બનાવનાર કશિકા કપૂર વર્ષ 2024 માં આવેલી ફિલ્મ 'આયુષ્મતિ ગીતા મેટ્રિક પાસ'માં જોવા મળી હતી. તે તેની ડેબ્યૂ ફિલ્મથી જ ચર્ચામાં હતી. હાલ તેને કશું કામ મળી રહયું નથી તેનું કારણ એ છે કે તેણે એક ઇંટરવ્યૂમાં કાસ્ટિંગ કાઉચ વિશે જણાવ્યું હતું.

ડિરેક્ટરે વહેલી સવારે ફોન કરી કામ આપવાની કરી વાત

કશિકા કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તે સતત ઓડિશન આપી રહી છે પરંતુ છેલ્લા 1 વર્ષથી તેને કોઈ કામ નથી મળી રહ્યું. તે 150 વખત ઓડિશનમાં રિજેક્ટ થઈ છે અને તેનું કારણ કાસ્ટિંગ કાઉચ છે. આ વિશે વાત કરતાં કાશિકા કપૂરે કહ્યું "ઘણી વખત ડિરેક્ટરે મને સવારે 3:00 વાગ્યે ફોન કરીને કહ્યું કે હું તને કામ આપીશ.

" અભિનેત્રીએ કહ્યું કે આ સમય દરમિયાન ડિરેક્ટરે મને તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની ઓફર પણ કરી. મેં હંમેશા આ વાતનો ઇનકાર કર્યો છે અને હું આગામી 10 વર્ષ વિશે વિચારું છું કે જ્યારે હું મારી જાતને અરીસામાં જોઉં ત્યારે મને શરમ ન આવવી જોઈએ."

વધુ વાંચો: પહેલા લગ્ન અરેન્જ મેરેજ, કો-સ્ટાર સાથે બીજા લગ્ન અને હવે રશિયન બ્યુટી છે બીવી નંબર-3

ટેલેન્ટ કરતાં ફ્લેક્સિબિલિટીની ડિમાન્ડ

KK

કશિકા કપૂરે વધુમાં કહ્યું કે તે હંમેશા પોતાની પ્રતિભાના આધારે આગળ વધવા માંગતી હતી. તે કામના બદલામાં કોઈની સાથે સમાધાન કરવા સંમત થઈ શકતી નથી. આ વાતચીતમાં તેણે એમ પણ કહ્યું કે આજના સમયમાં લોકોના ટેલેન્ટ કરતાં તેમની ફ્લેક્સિબિલિટી જોવામાં આવે છે. જોકે તેણે એમ પણ સ્પષ્ટપણે કહ્યું કે આત્મસન્માનથી મોટું કંઈ નથી. જો તમને તમારી પ્રતિભા પર વિશ્વાસ હોય તો તમે સાચા રસ્તે ચાલીને પણ આગળ વધી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kashika Kapoor Casting Couch Bollywood
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ