બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / અભિનેત્રીને મળી જાનથી મારી નાખવાની ધમકી, મુંબઈ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે નોંધ્યો કેસ
Last Updated: 11:56 AM, 23 March 2025
મુંબઈ સ્થિત અભિનેત્રી એન્જલ રાયને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ તેણે મુંબઈના બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અભિનેત્રીના નિવેદનના આધારે પોલીસે IPCની કલમ હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને હવે આરોપીની શોધ શરૂ કરી છે. એન્જલ રાયે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી એક વ્યક્તિ તેને સતત ધમકીભર્યા ઈમેલ અને અશ્લીલ સંદેશા મોકલી રહ્યો હતો.
ADVERTISEMENT
જાનથી મારવાની ધમકી
ADVERTISEMENT
અજાણ્યા શખ્સોએ અભિનેત્રી એન્જલ રાયને જીવતી સળગાવી દેવાની અને કાપી નાખવા જેવી ઘૃણાસ્પદ ધમકીઓ આપી હતી. આરોપી પોતાનું નામ રાકેશ ચંદ્ર પટેલ જણાવે છે અને કહે છે કે તે બિહારના નાલંદાનો રહેવાસી છે. પહેલા તે તેને અવગણતી હતી પરંતુ જ્યારથી તેની વેબ સિરીઝ 'ઘોટાલા'નું ટ્રેલર લોન્ચ થયું છે ત્યારથી તે વ્યક્તિ વધુ આક્રમક બની ગયો છે અને સતત તેને મારી નાખવાની ધમકી આપી રહ્યો છે.
2 વર્ષથી મળી રહી છે ધમકી
અભિનેત્રીએ કહ્યું કે તે માણસે મને તેના સમગ્ર પ્લાન વિશે જણાવતા કહ્યું હતું કે તે મુંબઈ આવીને મને મારી નાખશે, મારું માથું કાપી નાખશે અને મને સળગાવી દેશે. આ બધું અવગણીને હું બે વર્ષ સુધી ચૂપ રહી પણ હવે મને લાગે છે કે મારે આના પર કડક પગલાં લેવા જોઈએ. એટલા માટે મેં આજે FIR નોંધાવી છે અને ઈચ્છું છું કે તેને સૌથી કડક સજા મળે.
આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તીને ક્લીનચીટ, CBIએ દાખલ કર્યો ક્લોઝર રિપોર્ટ
'ઘોટલા'માં જોવા મળશે એન્જલ
એન્જલ રાયની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 75, 78, 79, 351(3), 352, 356(2) અને IT એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હવે આરોપીઓને શોધી રહી છે અને કેસની તપાસ કરી રહી છે. એન્જલ રાયની કરિયર વિશે વાત કરીએ તો તે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'ઘોટાલા'માં જોવા મળશે જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. આ ધમકી પછી એન્જલ રાયે કહ્યું કે તે સુરક્ષા માંગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
મનોરંજન / સની દેઓલ અને રણદીપ હુડ્ડા સામે ફરિયાદ દાખલ, ફિલ્મ 'જાટ'માં સીનને લઈને થયો વિવાદ
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.