બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / આજે 63 વર્ષનો થયો સુનીલ શેટ્ટી, અક્ષયકુમાર સાથે વેરઝેરની કેમ ચર્ચા? આપ્યો હતો જડબાતોડ જવાબ

photo-story

6 ફોટો ગેલેરી

હેપ્પી બર્થ ડે અન્ના! / આજે 63 વર્ષનો થયો સુનીલ શેટ્ટી, અક્ષયકુમાર સાથે વેરઝેરની કેમ ચર્ચા? આપ્યો હતો જડબાતોડ જવાબ

Last Updated: 10:33 AM, 11 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી તેની ઉંમરના આ તબક્કે તેના લુક્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. અક્ષય કુમારની સાથે-સાથે તેની ફિલ્મો પણ ચાહકોને ગમે છે. સુનીલ શેટ્ટીએ અક્ષય સાથે ધડકન અને હેરા ફેરી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એક જ ફિલ્મમાં અલગ-અલગ રોલ માટે બંનેની કેમેસ્ટ્રીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી છે.

1/6

photoStories-logo

1. સુનીલ શેટ્ટી આજે 63 વર્ષના થયા

બોલિવૂડના લોકપ્રિય અભિનેતા સુનીલ શેટ્ટીએ પોતાની જોરદાર એક્ટિંગ અને એક્શનથી ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. આજે તેમનો જન્મદિવસ છે. અન્ના એટલે કે સુનીલ શેટ્ટી આજે 63 વર્ષના થયા. તેના લુક્સને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તે ઉંમરના આ સ્ટેજ પર છે. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. બંને સાથે કરી ચુક્યા છે કામ

સુનીલ શેટ્ટીની ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો સાથે સારી મિત્રતા છે, જેમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ છે. બંનેએ 'હેરા ફેરી'માં સાથે કામ કર્યું હતું, જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. પરંતુ કહેવાય છે કે બે સફળ કલાકારો ક્યારેય મિત્ર બની શકતા નથી. સુનીલ શેટ્ટી અને અક્ષય કુમાર વચ્ચે એક સમયે આવી જ વસ્તુઓ હતી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અક્ષય કુમાર સાથે રાઇવલરીની હતી ચર્ચા

આજે સુનીલ શેટ્ટીનો જન્મદિવસ છે. ત્યારે આજે જાણીએ કે જ્યારે અક્ષય કુમાર સાથે તેની રાઇવલરીની ચર્ચા જોર પર હતી, ત્યારે તેણે શું કહીને અફવા ફેલાવનારાઓને ચૂપ કરાવી દીધા હતા. અક્ષય કુમાર અને સુનીલ શેટ્ટી બંને 90ના દાયકાના સુપરસ્ટાર હતા. સુનીલે 1992માં 'બલવાન'થી ડેબ્યૂ કર્યું હતું. જ્યારે તે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યાં સુધીમાં અક્ષય કુમારે પોતાની સારી એવી ઓળખ બનાવી લીધી હતી. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. નકારી કાઢી હતી આવી અફવાઓ

એવી ચર્ચા હતી કે સુનીલ શેટ્ટીએ તેની કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં અક્ષયને સખત સ્પર્ધા આપવાનું શરૂ કર્યું હતું. જો કે સુનીલ શેટ્ટીએ હંમેશા આ વાતોને નકારી કાઢી છે. તેણે અક્ષય કુમાર સાથે એક મેગેઝિન માટે પોઝ આપ્યો હતો. તે જ વર્ષે, આ કલાકારોનું એક ફોટોશૂટ ઐશ્વર્યા રાય અને સુષ્મિતા સેન સાથે પણ થયું હતું. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાઇવલરી પર સુનીલ શેટ્ટીએ શું કહ્યું?

સુનીલ શેટ્ટીએ આ અફવાઓ પર મૌન તોડ્યું અને કહ્યું હતું કે સમસ્યા તેમની અને અક્ષય વચ્ચે નથી. એવું લાગે છે કે સમસ્યા બે અલગ-અલગ મેગેઝિન કંપનીઓ વચ્ચે છે. જો એક મેગેઝીન તેના કવર પેજ માટે અક્કી અને સુષ્મિતાને પસંદ કરે છે, તો બીજી ઐશ્વર્યા અને મને પસંદ કરે છે. અમારા માટે, પોઝ કરવો એ અમારો વ્યવસાય છે. અમે તેને કામ માનીને પૂર્ણ કરીએ છીએ. (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આપ્યો હતો આવો જવાબ

આ સાથે સુનીલ શેટ્ટીએ અક્ષય સાથેની દુશ્મનીની અફવાઓ પર પણ પોતાનું મૌન તોડ્યું હતું. તેણે કહ્યું, "ચાહકો એટલા મૂર્ખ નથી. તેઓ જાણે છે કે મેગેઝિન બિઝનેસમાં એકબીજાથી આગળ નીકળવાની દોડ ચાલતી છે, તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરી રહ્યા હોય છે. તેઓ એક દરેક સેન્સેશનલ સ્ટફ નાખે છે, જેનાથી તેમની કોપી વધારે વેચાય. પણ એનો અર્થ એ નથી કે એમાં જે કંઈ લખ્યું છે તે સાચું છે." (Photo: Instagram)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Suniel Shetty Bollywood Actor Suniel Shetty Birthday

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ