બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / મૂવી સમીક્ષા / 'આઈ વોન્ટ ટૂ ટોક' રિવ્યૂ: અભિષેકની કમાલ ધમાલ એક્ટિંગ! આ ફિલ્મ જોવાનું ચુકતા નહીં, બૉલીવુડની માસ્ટરપીસ ફિલ્મ
Last Updated: 09:43 AM, 24 November 2024
તાજેતરમાં થિયેટરમાં રીલીઝ થયેલી 'સિંઘમ અગેન' અને 'ભૂલ ભુલૈયા 3' જેવી મસાલા ફિલ્મો વચ્ચે, અભિષેક બચ્ચનની ફિલ્મ 'આઈ વોન્ટ ટૂ ટોક' 22 નવેમ્બરે સિનેમાઘરોમાં રીલીઝ થઈ છે. દિગ્દર્શક શૂજિત સરકારે કોઈ પણ પ્રકારના શોશા વગર એક એવી ફિલ્મ રીલીઝ કરી છે જેની અસર આ વર્ષે રીલીઝ થયેલી કોઈપણ શ્રેષ્ઠ ફિલ્મો કરતાં વધુ સારી હશે. જો હળવાશથી રજૂ થયેલી પણ ઊંડો મેસેજ સમજાવી જતી ફિલ્મ જોવા માંગતા હોવ તો આ ફિલ્મ જોવા જવું જોઈએ. લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે વર્ષોથી એક જ એક્શન અને સ્ટોરીઝ જોઈને કંટાળી ગયા હોવ તો અભિષેક બચ્ચનની ફિલ્મ 'આઈ વોન્ટ ટૂ ટોક' જોવાની મજા આવશે.
ADVERTISEMENT
'આઈ વોન્ટ ટૂ ટોક'ની વાર્તા
ADVERTISEMENT
વાર્તા અર્જુન (અભિષેક બચ્ચન)ની છે. IITN અને MBA ડિગ્રી હોલ્ડર અર્જુન અમેરિકામાં તેના સપના સાકાર કરી રહ્યો છે. તેણે જીવનમાં ઘણું હાંસલ કર્યું છે અને ભવિષ્યમાં પણ ઘણું હાંસલ કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ અચાનક તેના જીવનમાં એક એવું તોફાન આવે છે કે તેની દુનિયા હચમચી જાય છે. ડૉક્ટરો તેને કહે છે કે તેને 'લાઇરેન્જિયલ કેન્સર' છે અને તેની પાસે જીવવા માટે 100 દિવસથી પણ ઓછો સમય બચ્યો છે. અર્જુનની નોકરી છૂટી જાય છે, જીવનની ઉથલપાથલ વચ્ચે તેણે એક પછી એક સર્જરી કરાવવી પડે છે. અર્જુન એક છોકરીનો પિતા પણ છે અને આ દરમિયાન તેણે પોતાની જવાબદારીઓ પણ નિભાવવી છે. આ વાર્તા એ જ અર્જુન વિશે છે જેની પાસે 100 દિવસથી પણ ઓછા દિવસો બાકી છે પરંતુ તે જીવતા રહેવા માટે મોતને કન્ફયુઝ કરે છે. તે 20 થી વધુ સર્જરી કરાવે છે પરંતુ હાર માનતો નથી. વાર્તા સરળ છે પણ સાવ સાદી નથી. આ ટ્વિસ્ટને સમજવા માટે ફિલ્મ જોવી પડશે.
કેવી છે ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક'?
ફિલ્મના દરેક ડાયલોગમાં કોઈને કોઈ અર્થ સમાયેલો છે. ફિલ્મનો એક ટકા ભાગ પણ અર્થહીન નથી. ન તો ફિલ્મમાં કોઈ વધારાનો સીન છે. ગીતો છે પણ તો એ ફિલ્મની વાર્તાને તેની જરૂરિયાત મુજબ પુશ આપવા માટે તે બેકગ્રાઉન્ડમાં આવે છે. દરરોજ કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવે છે, પણ શું આપણે ખરેખર તેના પરિવારની પીડા સમજી શકીએ છીએ? આપણને તો માત્ર મોતના આંકડા જ જાણવા મળે છે સમાચારોમાં. પણ આ ફિલ્મ આ ડરામણા અને અસંવેદનશીલ 'આંકડાઓ' વિશે ખૂબ ઊંડાણપૂર્વક વાત કરે છે. ડૉક્ટર માટે કેન્સરનો દર્દી કે અત્યંત બીમાર વ્યક્તિ એ માત્ર સબ્જેક્ટ હોય છે, પણ એ સબ્જેક્ટના મનમાં શું ચાલી રહ્યું છે એ આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.
મૃત્યુના ભયથી ભરપૂર હોવા છતાં, આખી ફિલ્મ જીવવાની આશા આપે છે. આ ફિલ્મમાં એક સર્વાઇવરની વાર્તા દર્શાવવામાં આવી છે જેના પેટનો 90 ટકાથી વધુ ભાગ ઓપરેશન કરીને કાઢી નાખવામાં આવ્યો છે. ગળાની પાઇપ સંકોચાઈ ગઈ છે. તેનો આખો ચહેરો ખરાબ થઈ ગયો છે, પરંતુ જીવવાની તેની ઈચ્છા મૃત્યુના ડર કરતાં વધી જાય છે. ફિલ્મમાં આત્મહત્યા જેવી સંવેદનશીલ બાબતને ખૂબ જ સંવેદનશીલ રીતે દર્શાવવામાં આવી છે. આવા સંવેદનશીલ મુદ્દાને ઉઠાવતી વખતે, દર્દ, બોજ અને અવિસ્મરણીય દર્દ બધું જ એવી રીતે રજૂ કરવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ પરિસ્થિતિને ઊંડાણપૂર્વક સમજી શકે.
આ ફિલ્મનું નિર્દેશન શૂજિત સરકારે કર્યું છે. આ પહેલા તેઓ 'ઓક્ટોબર' અને 'પીકુ' જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. આ ફિલ્મો પણ ફૂલ ઓફ લાઈફ હતી. આ ફિલ્મમાં પણ શૂજિતની જૂની ફિલ્મોનો હળવો ફ્લેવર જોવા મળશે. જેના લીધે ફિલ્મ જોવાની વધારે મજા આવશે.
આ પણ વાંચો: બ્લેક બ્રાલેટમાં ભોજપુરી એક્ટ્રેસનો હોટ અંદાજ, નમ્રતા મલ્લાની બોલ્ડ તસવીરોથી ફેન્સ પાણી પાણી
ફિલ્મમાં અભિષેક બચ્ચનનો અભિનય જબરદસ્ત છે, તેમને ફરી સાબિત કરી આપ્યું કે તેમણે ગુરુ, સરકાર, યુવા જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે અને તેમણે સારી રીતે અભિનય કરતા આવડે છે. આ વખતે તેમની એક્ટિંગમાં કંઈક નવું જોવા મળ્યું છે, તેનાથી તેમની એક્ટિંગ પહેલા કરતા પણ વધુ સારી છે. ફિલ્મમાં અહિલ્યા બમરુએ અભિષેકની પુત્રી તરીકે સારું કામ કર્યું છે. તેને જોઈને લાગશે કે લાંબા સમય પછી કોઈ તાજગીભરી અને તાજી પ્રતિભા જોવા મળી છે. અંતે, આ ફિલ્મ ન જોઈ હોય, તો કદાચ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ જોવાનું ચૂકી જશો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.