બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'નથી થયા તલાક મને એક્સ વાઈફ ન કહો', બીમાર એ આર રહેમાનની પત્નીએ જણાવ્યું સંબંધનું સત્ય
Last Updated: 05:58 PM, 16 March 2025
બૉલીવુડના ફેમસ મ્યુઝિશિયન અને સિંગ એ આર રહેમાનની પત્ની સાયરા સાથેનો સંબંધ ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. હકીકતમાં, નવેમ્બર 2024માં ખબરો હતી કે તે પત્ની સાયરા બાનોથી અલગ થઈ ગયા છે. જાણવામાં આવી રહ્યું છે કે એ આર રહેમાન અને સાયરા બાનોએ 29 વર્ષના લગ્નનો અંત લાવીને અલગ થવાનો નિર્ણય લીધો છે. એ આર રહેમાનની પોસ્ટમાં પત્ની સાથે અલગ થવાની વાત કન્ફર્મ કર્યો હતો. પરંતુ હવે મ્યુઝિશિયનની પત્ની સાયરાએ યુટર્ન મારતા કહ્યું કે તેને પતિ એ આર રહેમાનને છૂટાછેડા આપ્યા નથી.
ADVERTISEMENT
એ આર રહેમાનની પત્ની સાયરા બાનોએ એક નિવેદન દ્વારા કન્ફર્મ કર્યું છે કે તે પતિ પાસેથી માત્ર સેપરેટ થઈ છે, પરંતુ તે બંનેના છૂટાછેડા નથી થયા. સાયરા બાનોએ પણ રિક્વેસ્ટ કરી છે કે તેને રહેમાનની એક્સ વાઈફ ન કહેવામાં આવે. સાયરા બાનોએ પતિથી અલગ થવાનું કારણ પણ જણાવ્યું હતું. તેનું કહેવું છે કે, તેનના હેલ્થ ઇશ્યુના કારણે પતિથી અલગ થઈ ગઈ છે. એ આર રહેમાનની તબિયત અચાનક બગડતાં આજે સવારે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
એપોલો હોસ્પિટલના મેડિકલ બુલેટિન અનુસાર, રહેમાનને ડિહાઈડ્રેશનના લક્ષણો હતા. રૂટિન ચેકઅપ બાદ તેમને રજા આપવામાં આવી. એવામાં, સાયરાએ તેના પતિના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી છે અને તેના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. તેમણે રહેમાનના પરિવારને પણ વિનંતી કરી કે તેઓ તેમને કોઈપણ પ્રકારનો ટેન્શન ન આપે.
વધુ વાંચો: Photos : બોલિવૂડ અભિનેત્રી પૂજા હેગડે લગાવ્યો બોલ્ડનેસનો તડકો, હોટ ફોટો જોઈ ફેન્સ પાણી-પાણી
રહેમાન અને સાયરાના સંબંધની વાત કરીએ તો વર્ષ 1995 માં લગ્ન કર્યા હતા. નવેમ્બર 2024માં બંનેએ 29 વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે સાયરાએ સ્પષ્ટ કર્યું છે કે તેનું અને એ આર રહેમાનના છૂટાછેડા નથી થયા, તે બંને માત્ર અલગ થયા છે. કપલને 3 બાળકો પણ છે. બે દીકરી અને એક દીકરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનોરંજન / રિલીઝ થતા જ અક્ષયની ફિલ્મ 'Kesari 2' ઓનલાઇન લીક, અક્કીએ ફેન્સને કરી હતી આ અપીલ
Priyankka Triveddi
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.