બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / વધુ એક જોડી તૂટી, 'કુમકુમ ભાગ્ય' ફેમ અભિનેત્રીએ લગ્નના 9 વર્ષ બાદ લીધા છૂટાછેડા
Last Updated: 06:35 PM, 5 April 2025
‘કુમકુમ ભાગ્ય’ની પ્રાચી મેહરા તરીકે ઓળખાતી મુગ્ધા ચાપેકર અને અભિનેતા રવિશ દેસાઈએ પોતાના લગ્નજીવનને અંત આપવાનો નિર્ણય જાહેર રીતે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મારફતે કર્યો છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે હવે બંને એકસાથે નથી. છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી તેઓ અલગ રહી રહ્યા છે.
ADVERTISEMENT
મુગ્ધા અને રવિશની મુલાકાત વર્ષ 2014માં સીરિયલ ‘સતરંગી સસુરાલ’ના શૂટિંગ દરમિયાન થઈ હતી અને ત્યાંથી જ બંને વચ્ચે પ્રેમ થયો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2016માં બંનેએ લગ્ન કર્યા. 9 વર્ષના સંબંધ પછી હવે તેઓએ અલગ થવાનો નિર્ણય લીધો છે, જે તેમના ચાહકો માટે ચોકાવનારો છે, કારણ કે આ જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવતી હતી.
રવિશે ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ લખીને બધાને આ જાણકારી આપી છે અને તેમની ખાનગી જિંદગીમાં દખલ ન કરવાની વિનંતી પણ કરી છે.
ADVERTISEMENT
રવિશે લખ્યું...
"ઘણા વિચારો પછી, અમે – મુગ્ધા અને મેં – પતિ-પત્ની તરીકે હવે અલગ રસ્તે જવાની પસંદગી કરી છે. હવે તો એક વર્ષથી વધુ સમયથી અમે અલગ છીએ. અમે પ્રેમ, મિત્રતા અને સન્માન સાથે એક સુંદર સફર પસાર કરી છે અને એ અમારાં સંબંધમાં હંમેશા રહેશે." તેમણે આગળ લખ્યું, "અમે અમારા ચાહકો, મિત્રો અને મીડિયા સમક્ષ વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને સહાનુભૂતિ દર્શાવો અને અમને થોડી પ્રાઇવેસી આપો. કોઈ પણ ખોટા અહેવાલ કે બનાવટી વાર્તાઓ પર વિશ્વાસ ન કરો. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છીએ."
વધુ વાંચો: KBCની નવી સિઝન આ તારીખથી થશે શરૂ, ખુદ અમિતાભ બચ્ચને શેર કરી માહિતી, જાણો
મુગ્ધા અને રવિશનો કારકિર્દીની સફર
મુગ્ધા ચાપેકર ટેલિવિઝન પર ‘કુમકુમ ભાગ્ય’માં પ્રાચી મેહરા કોહલીના પાત્ર માટે જાણીતી છે. ખાસ કરીને કૃષ્ણા કૌલ સાથે તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી દર્શકોમાં લોકપ્રિય છે. બીજી બાજુ, રવિશ દેસાઈએ પણ ઘણી ટીવી સીરિઝમાં કામ કર્યું છે જેમ કે ‘યે હૈ આશિકી' ઉપરાંત તેઓ ‘મેડ ઇન હેવન’, ‘શી (સીઝન 2)’ અને ‘સ્કૂપ’ જેવી વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. છેલ્લે તેમને ‘વિજય 69’માં જોઈ શકાયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.