બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' રચશે ઇતિહાસ, પહેલા જ દિવસે આટલા કરોડથી કરી શકે છે મહાબંપર ઓપનિંગ

મનોરંજન / અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2' રચશે ઇતિહાસ, પહેલા જ દિવસે આટલા કરોડથી કરી શકે છે મહાબંપર ઓપનિંગ

Last Updated: 09:24 AM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2: ધ રૂલ' વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મના બઝને લઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેના રિલીઝના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચશે.

પુષ્પાના ચાહકો અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મને હજુ રિલીઝ થવાને એક મહિનાની વાર છે ત્યારે આ ફિલ્મ વિશે એવી અટકળ લગાવવામાં આવી રહી છે કે આ ફિલ્મ રેકોર્ડ તોડ ઓપનિંગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે અલ્લુ અર્જુનની 'પુષ્પા 2: ધ રૂલ' વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે. સુકુમાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ તેની રિલીઝ પહેલા જ ઘણી ચર્ચામાં છે. ત્યારે આ ફિલ્મના બઝને ધ્યાનમાં રાખીને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ તેના રિલીઝના દિવસે કમાણીના તમામ રેકોર્ડ તોડી શકે છે. 'પુષ્પા 2: ધ રૂલ'ની પ્રિક્વલ પણ બ્લોકબસ્ટર રહી હતી. ચાલો જાણીએ કે અલ્લુ અર્જુનની પુષ્પા 2 શરૂઆતના દિવસે કેટલું કલેક્શન કરી શકે છે?

રિલીઝના દિવસે કેટલી કમાણી કરી શકે છે 'પુષ્પા 2: ધ રૂલ'?

'પુષ્પા 2: ધ રૂલ' ભારતીય બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચવા માટે તૈયાર છે. આ ફિલ્મ 5 ડિસેમ્બર, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે. પુષ્પાઃ ધ રાઇઝની લિગસી પર આધારિત આ ફિલ્મ નવા રેકોર્ડ બનાવવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પા રાજની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તેની રિલીઝના પહેલા દિવસે વૈશ્વિક સ્તરે 270 કરોડ રૂપિયાની કમાણી કરશે તેવી અપેક્ષા છે, જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર બંનેમાંથી નોંધપાત્ર હિસ્સો હશે. એક અંદાજ મુજબ, 'પુષ્પા 2: ધ રૂલ' સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યો - આંધ્ર પ્રદેશ/તેલંગાણા - રૂ. 85 કરોડ, કર્ણાટક - રૂ. 20 કરોડ, તમિલનાડુ - રૂ. 12 કરોડ, કેરળ - રૂ. 8 કરોડ અને દેશના અન્ય ભાગોમાંથી - રૂ. 75 કરોડનું કલેક્શન કરે તેવી અપેક્ષા છે.

PROMOTIONAL 13

આ આંકડાઓ અનુસાર ભારતમાં પહેલા દિવસે 'પુષ્પા 2'નું અંદાજિત કુલ કલેક્શન 200 કરોડ રૂપિયા સુધીનું હોઈ શકે છે. આ ફિલ્મ વિદેશી બજારોમાંથી 70 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. એટલે કે 'પુષ્પા 2' વિશ્વભરમાં પ્રથમ દિવસે 270 કરોડ રૂપિયાનો રેકોર્ડ બનાવી શકે છે.

આ પણ વાંચો: નિયા શર્માએ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટને લઈને આપી એવી સલાહ કે થઈ ટ્રોલ, જુઓ વીડિયો

'પુષ્પા 2'ની સ્ટાર કાસ્ટ

'પુષ્પા 2'માં ફરી એકવાર અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ જોવા મળશે. પુષ્પ રાજની વાર્તા સિક્વલમાં પણ ચાલુ રહેશે; તે લાલ ચંદનની દાણચોરીની દુનિયામાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરતો જોવા મળશે. અત્યારે તો એ જોવાનું રહે છે કે 'પુષ્પા 2' રિલીઝ થયા પછી બોક્સ ઓફિસ પર કેવી ધૂમ મચાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment News Allu Arjun Pushpa 2
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ