ફેમસ ટીવી એક્ટર આમિર અલીને હોળી પર તેની કથિત ગર્લફ્રેન્ડ અંકિતા કુકરેતી સાથેના વાયરલ વીડિયોને કારણે ટ્રોલ થયો હતો. હવે તે પોતાના તાજેતરના ઇન્ટરવ્યુને કારણે ચર્ચામાં આવ્યો છે. આ ઇન્ટરવ્યુમાં આમિરે પોતાના બાળપણની એક દર્દનાક ઘટના શેર કરી છે, જેને તે આજ સુધી ભૂલી નથી શક્યો. આમિર અલીએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર 14 વર્ષનો હતો ત્યારે ટ્રેનમાં તેનું જાતીય શોષણ થયું હતું. તેનો અનુભવ એટલો ભયાનક હતો કે ત્યાર બાદ તેને ટ્રેનમાં મુસાફરી કરવાનું બંધ કરી દીધું હતું.
- મને સ્પર્શ કરવામાં આવી રહ્યો હતો
આમિર અલીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, "તે સમયે હું ખૂબ નાનો હતો. હું પહેલી વાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ત્યાર બાદ મેં ટ્રેનમાં મુસાફરી કરવાનું બંધ કરી દીધું હતું કારણ કે કોઈએ મને સ્પર્શ કર્યો હતો. તે સમયે હું ફક્ત 14 વર્ષનો હતો. ત્યાર બાદ, મેં મારી બેગ પાછળથી વધુ મજબૂતીથી પકડી રાખી હતી."
- પુરુષોને લઈ થવા લાગી હતી શંકા
આમિર અલીએ આગળ કહ્યું કે, "તે દરમિયાન કોઈએ મારી બેગમાંથી પુસ્તકો ચોરી લીધા હતા. મને આશ્ચર્ય થયું કે પુસ્તકો કોણ ચોરે? ત્યાર બાદ મેં નક્કી કર્યું કે હું ફરી ક્યારેય ટ્રેનમાં મુસાફરી નહીં કરું. તેને વધુમાં કહ્યું કે તે ઘટના પછી તે ખૂબ જ ડરી ગયો હતો. તેના મનમાં પુરુષો વિશે શંકાઓ પણ થવા લાગી હતી. અને આ શંકા એવા પુરુષો માટે હતી જે બીજાઓ તરફ આકર્ષાય છે."
- હું તેમની સાથે સૂઈ પણ શકું છું.
વાતચીત દરમિયાન આમિર અલીએ જણાવ્યું કે જેમ જેમ તે મોટો થયો તેમ તેમ તેને સમજાયું કે ગે પુરુષોને આ રીતે ન જોવા જોઈએ. પછી, મારા કેટલાક મિત્રો હતા જેમને મને કહ્યું કે તેમને એક પુરુષ પ્રત્યે લાગણી છે અને હું તેમને ખૂબ સારી રીતે ઓળખું છું.તે મારા ભાઈઓ જેવા છે. હું તેમની સાથે એક જ પલંગમાં સૂઈ પણ શકું છું."
- આમિર અલીનું કરિયર
આમિર અલીના કરિયરની વાત કરીએ તો તે 'વો રહેને વાલી મહલોં કી', 'કહાની ઘર ઘર કી' અને 'ક્યા દિલ મેં' જેવા ઘણા ટીવી શોમાં જોવા મળ્યો હતો. આ સિવાય તે 'આઈ હેટ લવ સ્ટોરીઝ' અને 'ફરાઝ' જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે. આમિરે 2012 માં સંજીદા શેખ સાથે લગ્ન કર્યા હતા. જોકે 2021 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ