બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / enternet become a reason for stress among college students aiims research

રિસર્ચ / ભારત સહિત આઠ દેશના 12 ટકા કૉલેજિયનોના સતત વધતા તણાવનું કારણ ઈન્ટરનેટ

Mehul

Last Updated: 10:16 PM, 10 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ટરનેટની વધુ પડતી આદતને કારણે નાના બાળકોથી લઈને સ્કૂલના વિદ્યાર્થીઓ પણ બહુ ખરાબ રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. હવે એઈમ્સ (ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીસ)ના અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે કે, કૉલેજોમાં અભ્યાસ કરનારા 12.2 ટકા વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી ઉદાસી, તણાવ અને ડિપ્રેશન જેવી માનસિક બીમારીઓ વધી રહી છે.

ભારત સહિત 8 દેશના 2643 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. એઈમ્સનો આ અભ્યાસ તાજેતરમાં જ ઈન્ટરનેશનલ મેડિકલ જર્નલ (એશિયન જર્નલ ઑફ સાઈકેટ્રી)માં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

એઈમ્સના મનોચિકિત્સા વિભાગના અસોસિએટ પ્રોફેસર ડૉ. યતનપાલસિંહ બલહારાએ જણાવ્યું કે, ઈન્ટરનેટનો ઉપયોગ દુનિયાભરમાં બહુ ઝડપથી વધી રહ્યો છે. દરેક જરૂરી કામમાં હવે ઈન્ટરનેટની મદદ લેવી અનિવાર્ય બનતી જાય છે, પરંતુ જરૂરિયાત કરતા વધારે ઉપયોગના કારણે લોકોના વ્યવહાર પર પણ તેની માઠી અસર પડવા લાગી છે. આ માટે પહેલી વખત વૈશ્વિક સ્તર પર ઈન્ટરનેટના પ્રભાવના વિશ્લેષણ માટે આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ અભ્યાસ દરમિયાન 8 દેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), તુર્કી, ક્રોએશિયા, સર્બિયા અને વિયેટનામની કૉલેજો અને યુનિવર્સિટીના 2643 વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. 

ઑનલાઈન સવાલોના માધ્યમથી આ અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે, કુલ 8.4 ટકા વિદ્યાર્થીઓમાં ઈન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી અનેક સમસ્યાઓ સર્જાઈ છે. આ વિદ્યાર્થીઓમાં ડિપ્રેશન અને તણાવના લક્ષણો સ્થાયીરૂપે જોવા મળ્યા હતા. ખાસ રસપ્રદ વાત એ છે કે, યુરોપના ત્રણ દેશો ક્રોએશિયા, સર્બિયા અને વિયેટનામની સરખામણીએ એશિયાના પાંચ દેશો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), તુર્કીના વિદ્યાર્થીઓ આ માનસિક સમસ્યાઓથી વધારે પીડાય છે.

અભ્યાસમાં ભારતના 490 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દિલ્હી ઉપરાંત કેટલાંક મોટા શહેરોના વિદ્યાર્થીઓએ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાંથી 50.2 ટકા યુવકો અને બાકીની યુવતીઓ હતી. અભ્યાસમાં જાણવા મળ્યું કે, આ વિદ્યાર્થીઓ સરેરાશ પ્રતિદિન લગભગ પાંચ કલાક (4.9 કલાક) ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. સાંજે અને રાતના સમયે તેઓ ઈન્ટરનેટનો ઉપયોગ સૌથી વધારે કરતા હોય છે. 

આંકડાઓ અનુસાર, સાંજે 30 ટકા વિદ્યાર્થીઓ અને રાતે 51 ટકા વિદ્યાર્થીઓ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોય છે. સૌથી આંચકાજનક એ વાત સામે આવી હતી કે, અભ્યાસ દરમિયાન ક્લાસરૂમમાં પણ 29.8 ટકા વિદ્યાર્થીઓ ઈન્ટરનેટ પર જ વ્યસ્ત રહે છે. સર્બિયા અને ક્રોએશિયામાં વિદ્યાર્થીઓ પૉર્નોગ્રાફી જોવા માટે ઈન્ટરનેટનો ઉપયોગ વધારે કરે છે. ભારતના આઠ ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, તેઓ ઈન્ટરનેટ પર પૉર્નોગ્રાફી જોવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

AIIMS College Students Health News Stress lifestyle news Research
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ