બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / માત્ર 20 લાખમાં લીધી ટીમમાં એન્ટ્રી, 27 જ મેચ રમ્યો, અને બની ગયો RCBનો કેપ્ટન, કહાની દિલ જીતી લેશે

સ્પોર્ટ્સ / માત્ર 20 લાખમાં લીધી ટીમમાં એન્ટ્રી, 27 જ મેચ રમ્યો, અને બની ગયો RCBનો કેપ્ટન, કહાની દિલ જીતી લેશે

Last Updated: 07:01 PM, 13 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે IPL 2025 માટે તેના નવા કેપ્ટનની ઘોષણા કરી છે. જેમાં તેમને સ્ટાર બેટ્સમેન રજત પાટીદારને ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. આ પ્લેયરને RCBએ ઓક્સનમાં 11 કરોડમાં રિટેન કર્યો હતો.

IPLમાં સૌથી વધુ ફેન્સ ધરાવતી ટીમોમાંની એક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ તેના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. જેમાં રજત પાટીદારને 2025ની સીઝન માટે RCBનો  કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રજત પાટીદાર વર્ષ 2022 થી RCBની ટીમમાં છે. તેના 2 વર્ષના જોરદાર પ્રદર્શનના કારણે RCBનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રજત પાટીદારની કેપ્ટન સુધીની સફર ખૂબ કઠિન રહી છે.

  • માત્ર 20 લાખથી ટીમમાં જોડાયો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં જન્મેલો રજત પાટીદાર 2022ની IPLમાં ઇજાગ્રસ્ત થયેલ લવનીથ સિસોદિયાની જગ્યાએ 20 લાખ રૂપિયામાં RCB સાથે જોડાયો હતો. રજત પાટીદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં મધ્યપ્રદેશની ટીમ તરફથી રમતો હતો. રજત અગાઉ IPL 2021 માટે RCBમાં રમી ચૂક્યો હતો. જેમાં તેને એ સિઝનમાં રમેલી ચાર મેચમાં 71 રન બનાવ્યા હતા. તે એક વર્ષ બાદ ફરી એકવાર RCB ટીમનો હિસ્સો બન્યો હતો.

રજત પાટીદારે અત્યાર સુધી IPLમાં માત્ર 27 મેચ જ રમી છે અને આ દરમિયાન તેને 799 રન બનાવ્યા છે. જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 112 રહ્યો છે,તો તેની સ્ટ્રાઇક રેટ 159 ની આસપાસ છે. IPL 2025 મેગા ઓક્શન પહેલા પાટીદારને RCB ટીમે તેને 11 કરોડની કિંમતે રિટેન કર્યો હતો.

  • બોલર તરીકે કારકિર્દીની શરૂઆત

31 વર્ષીય રજત પાટીદારે બોલર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. અંડર-15 બાદ તેને બેટિંગ પર ફોકસ કર્યું હતું. 2014માં ફૂટબોલ રમતી વખતે ઘૂંટણમાં ઈજા થતાં તેને સર્જરી પણ કરાવવી પડી હતી. જેથી તેને 8 મહિના સુધી મેદાનથી દૂર રહેવું પડ્યું હતું. આ સર્જરી બાદ તે એક અલગ ખેલાડી તરીકે પરત ફર્યો હતો. તેને પોતાની બેટિંગ ટેકનિક સુધારવા માટે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અમય ખુરાસિયા પાસેથી ટ્રેનિંગ લીધી હતી.

  • પોતાનાથી મોટા છોકરાઓ સાથે રમીને થયો મોટો

રજતના પિતા મનોહર પાટીદારે એક વાર જણાવ્યું હતું કે રજત બાળપણથી જ ક્રિકેટનો આશિક હતો. તેનો આ ગેમ પ્રત્યે ઝુકાવ જોઈને અમે તેને સતત પ્રોત્સાહીત કર્યો હતો. રજત માત્ર 8 વર્ષની ઉંમરે ઇન્દોરમાં એક ક્રિકેટ ક્લબમાં જોડાયો હતો અને 10 વર્ષની ઉંમરે તેને પોતાનાથી મોટા છોકરાઓ સાથે મેચ રમવાનું શરૂ કરી દીધું હતું.

વધુ વાંચો : શું વિરાટ કોહલીના લીધે રજત પાટીદાર બન્યો RCBનો કેપ્ટન? વીડિયોએ જગાવી ચર્ચા

  • મધ્યપ્રદેશની કેપ્ટનશિપ કરી

રજત પાટીદાર મધ્યપ્રદેશ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેને 2015માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. રજતે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કુલ 68 મેચ રમી છે અને તેમાં તેને કુલ 4738 રન બનાવ્યા છે. લિસ્ટ Aમાં તેને 64 મેચોમાં 2211 રન બનાવ્યા છે. રજત પાટીદારે ભારત તરફથી 3 ટેસ્ટ અને 1 ODI મેચ પણ રમી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

RCB Captain IPL 2025 Rajat Patidar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ