બ્રેકિંગ ન્યુઝ
VTV / પ્રવાસ / Enjoy the heat in the cold season? So finalize this hot destination today, never miss this trip
Megha
Last Updated: 09:49 AM, 10 January 2023
ADVERTISEMENT
જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ઠંડી ધીરે ધીરે જોર જમાવી રહી છે એવામાં ઘણા લોકો ફરવા જવાનું વિચારી રહ્યા હશે અને જો તમે પણ વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે. આપણો ભારત દેશ એ ફરવા માટે એક રસપ્રદ પ્રવાસ સ્થળ છે કારણ કે આપણા દેશમાં ઉનાળામાં ઠંડી અને શિયાળામાં ગરમીનો અનુભવ થઈ શકે છે.
ADVERTISEMENT
હાલ ઉત્તર ભારત સહિત દેશના મોટા ભાગના ભાગોમાં ઠંડી સતત તબાહી મચાવી રહી છે અને જો તમે આ સિઝનમાં ઉનાળાની મજા માણવા માંગતા હોય તો ભારતના આ ગરમ પાણીના કુંડની મુલાકાત લેવી જોઈએ. શિયાળામાં ફરવા જવા માટે આવા ઘણા ગરમ પાણીના કુંડ ભારતમાં તો આજે અમે તમને ગરમ પાણીના કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. છે જેનું પાણી શિયાળામાં ગરમ રહે છે. જણાવી દઈએ કે આ તમામ કુંડ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને ફરવા માટે એક સારી જગ્યા છે.
પનામીક, નુબ્રાવેલી
આપણે બધા જાણીએ છીએ કે લેહ એ ભારતનો સૌથી ઠંડો પ્રદેશ છે પણ તમે અહીં હાજર પનામિક નામના ગરમ કુંડ ડેસ્ટિનેશનની મુલાકાત લઈ શકો છો.જણાવી દઈએ કે આ કુંડ લગભગ 10442 ફૂટની ઉંચાઈ પર હાજર છે અને અહીંના નજારા મનને મોહી લે છે.
મણિકરણ
હિમાચલ પ્રદેશમાં આવેલું ઐતિહાસિક મણિકરણ ગામ પણ ગરમ પાણીના કુંડ માટે ઘણું પ્રખ્યાત છે. આ સ્થળ પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળાની ઠંડીમાં પણ આ કુંડનું પાણી ગરમ રહે છે. આ સિવાય કુંડ સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે.
વશિષ્ઠ કુંડ
હિમાચલમાં જ બીજો એક ગરમ પાણીનો કુંડ આવેલો છે જે વશિષ્ઠ કુંડ તરીકે ઓળખાય છે. જણાવી દઈએ કે આ કુંડ પણ ખૂબ જ લોકપ્રિય છે અને શિયાળા દરમિયાન આસપાસના વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં લોકો ત્યાં સ્નાન કરવા આવે છે.
તપોવન
ફરવાના શોખીન લોકો માટે ઉત્તરાખંડ બેસ્ટ જગયા છે અને ઉતરાખંડનું તપોવન ગામ તેના ગરમ પાણીના કુંડ માટે પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે આ કુંડમાંથી હંમેશા ગરમ પાણી નીકળતું રહે છે. જણાવી દઈએ કે આ ગામ જોશીમઠથી 14 કિલોમીટર દૂર છે. ઘણા લોકો આ કુંડને પવિત્ર માને છે.
અત્રી કુંડ
આ સિવાય ઓડિશામાં પણ એક આઆવો કુંડ આવેલ છે. ઓડિશાનો અત્રી કુંડ પણ તેના ગરમ પાણી માટે પણ લોકો વચ્ચે ઘણો પ્રખ્યાત છે. જણાવી દઈએ કે આ કુંડ ભુવનેશ્વરથી લગભગ 40 કિમીના અંતરે આવેલ છે અને એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં પણ આ કુંડના પાણીનું તાપમાન 55 ડિગ્રીની આસપાસ રહે છે.
ખીર ગંગા
આ સિવાય હિમાચલ પ્રદેશમાં વધુ એક પ્રખ્યાત ગરમ પાણીનો કુંડ આવેલ છે અને એવું કહેવાય છે કે આ કુંડનું પાણી 12 મહિના સુધી ગરમ રહે છે. ખીર ગંગા કુલ્લુ, હિમાચલ પ્રદેશમાં આવેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.