ઘરેલુ રાંધણ ગેસમાં પ્રતિ સિલિન્ડરે રૂ.6.52 જેટલો ઘટાડો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો થતાં લોકો મોંઘવારીથી તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે હવે પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે.
14.2 કિગ્રામના સબિસિડી ધરાવતા LPG સિલિન્ડરની કિંમત રૂ.500.90 થઈ જશે જે હાલ રૂ.500.42 હતી. ભારતની સૌથી મોટી ઈંધણ સપ્લાયર કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને આ જાહેરાત કરી હતી.
છ મહિના બાદ રાંધણ ગેસની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. LPGની કિંમતમાં થયેલા આ ઘટાડા અગાઉ એક બોટલની કિંમતમાં રૂ.14.13 જેટલો વધારો થઈ ગયો હતો.
છેલ્લે 1 નવેમ્બરના રોજ સબસિડીવાળા રાંધણ ગેસના બોટલ પર રૂ.2.94નો વધારો કરાયો હતો...હાલ આ ભાવ ઘટતા સામાન્ય પરિવાર અને ખાસ કરીને ગૃહિણીઓ ખુશ જોવા મળી હતી.