england vs paksitan 1st test match rawalpindi match report
Pak vs Eng /
અંગ્રેજોએ પાકિસ્તાનને તેના ઘરમાં રોળી નાખ્યું, ઈંગ્લેન્ડે મોટા રેકોર્ડ સાથે જીતી પહેલી રોમાંચક ટેસ્ટ
Team VTV06:07 PM, 05 Dec 22
| Updated: 06:13 PM, 05 Dec 22
ઇંગ્લેન્ડે રાવલપિંડી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 74 રનોથી માત આપી છે. પાકિસ્તાનને જીત માટે 343 રનોની આવશ્યકતા હતી પરંતુ મેચનાં છેલ્લા સેશનમાં તેમની બીજી ઇનિંગ 268 રનોમાં જ સમાપ્ત થઇ ગઇ. ઇંગ્લેન્ડે 22 વર્ષો બાદ પાકિસ્તાનને તેના જ ઘરમાં ટેસ્ટ મેચમાં હરાવ્યું છે.
Eng vs Pakમાં પાકિસ્તાનની થઇ હાર
ઇંગ્લેન્ડે 74 રનોથી પાકિસ્તાનને આપી માત
જીત માટે 343 રનોની હતી આવશ્યકતા
17 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમવા પાકિસ્તાન આવેલી ટીમ ઇંગ્લેન્ડે આ ઐતિહાસિક મેચમાં પાકિસ્તાનને તેના જ ઘરમાં 74 રનથી હરાવ્યું છે. આ જીતની સાથે જ તે ટીમ ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી આગળ આવી છે. રાવલપિંડીમાં રમવામાં આવેલ રોમાંચક મેચમાં પાકિસ્તાનને જીત માટે 343 રનોનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ 268 રનોમાં પાકિસ્તાનની ટીમે મેચ પૂરી કરી.
Celebrate this team, their desire to take the game forward and entertain – win, lose or draw.
Celebrate an amazing spectacle and atmosphere for our first Test in Pakistan in 17 years.
Celebrate the greatest form of the greatest sport.
2000ની સાલમાં ઇંગ્લેન્ડ આવી હતી પાકિસ્તાન
ઇંગ્લેન્ડે પાકિસ્તાનને 22 વર્ષ બાદ તેના જ દેશમાં ટેસ્ટ મેચમાં હરાવ્યું છે. આ પહેલાં 2000ની સાલમાં કરાચીમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટથી માત આપી હતી. હવે 3 મેચોની ટેસ્ટ સીરીઝની બીજી મેચમાં 9 ડિસેમ્બરથી રમવામાં આવશે.
પાકિસ્તાનનાં પ્લેયરર્સ
પાકિસ્તાન માટે બીજી ઇનિંગમાં સઉદ શકીલએ 76 રનોની શાનદાર મેચ રમી તો ઇમામ ઉલ હકે 48 અને વિકેટકીપર મહોમ્મદ રિઝવાને 46 રનોનું યોગદાન આપ્યું હતુ. પાકિસ્તાન ટીમે પાંચ વિકેટ પર 259 રનો બનાવી લીધાં હતાં અને જીત તરફ આગળ વધી રહ્યાં હતાં પરંતુ આગા સલમાન અને અઝહર અલીનાં વિકેટે પાકિસ્તાનની આશાઓ પર પાણી ફેરવ્યું છે.
રાવલપિંડી ટેસ્ટમાં બન્યો આ રેકોર્ડ
પાંચ દિવસની આ ટેસ્ટ મેચમાં કુલ 1768 રનો બનાવાયા છે. આ મેચ 388.5 ઓવરોમાં ખેલાયેલ છે. આટલા વધુ રન જો ઇતિહાસમાં જોઇએ તો 1930નાં વર્ષમાં વેસ્ટઇંડીઝ અને ઇંગ્લેન્ડની વચ્ચે રમવામાં આવેલ કિંગ્સ્ટન ટેસ્ટ મેચમાં 1815 રન બનાવવામાં આવ્યાં હતાં. ત્યારબાદ 1939માં ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રીકાની વચ્ચે થયેલ ડરબન ટેસ્ટ મેચમાં 1981 રન બન્યાં હતાં. અને હવે 2022માં થયેલ રાવલપિંડીમાં પાકિસ્તાન vs ઇંગ્લેન્ડ. એટલે કે ત્રણેય મેચમાં ઇંગ્લેન્ડની ટીમ સમાવિષ્ટ હતી.