બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / ટીમ ઈન્ડીયા માટે બેડ ન્યૂઝ, ટી 20માં પાછો આવ્યો આ ખતરનાક બોલર, બુલેટ સ્પીડથી બોલિંગ
Last Updated: 04:04 PM, 21 January 2025
ભારત સામે આવતીકાલથી શરુ થઈ રહેલી ટી 20 સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડનો એક ખેલાડી ચાર વર્ષ બાદ પાછો આવ્યો છે જે ભારત માટે ખતરારુપ બની શકે છે કારણ તે તેની બોલિંગ સ્પીડ બુલેટ ટ્રેન જેટલી ઝડપી છે અને મોટા ખેલાડીને પણ તેની સામે રમવું ફાંફા પડી શકે છે.
ADVERTISEMENT
2021માં જોફ્રા આર્ચર ભારતીય ધરતી પર રમ્યો હતો
આ ખતરનાક બોલરનું નામ જોફ્રા આર્ચર છે તેણે 20 માર્ચ 2021ના રોજ ભારતીય ધરતી પર ટી20માં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આવી સ્થિતિમાં તે લગભગ 4 વર્ષ બાદ ક્રિકેટ રમવા માટે ભારતીય ધરતી પર આવી રહ્યો છે. તે પોતાના ઝડપી બોલથી ભારતીય ટીમ માટે મુશ્કેલી બની શકે છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડે ટીમ જાહેર કરી
ઇંગ્લેન્ડે મેચના એક દિવસ પહેલા બુધવારે ટીમની જાહેરાત કરી હતી. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે શરૂ થનારી ભારત સામેની પ્રથમ T20 મેચ માટે લેન્કેશાયરનો ફિલ સોલ્ટ વિકેટકીપિંગ કરશે. તે બેન ડકેટ સાથે બેટિંગની શરૂઆત કરશે. જ્યારે કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબરે બેટિંગ કરશે.
ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન
બેન ડકેટ, ફિલ સોલ્ટ (wk), જોસ બટલર (c), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ
ભારતની પ્લેઈંગ ઈલેવન
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ , મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર)
ઈંગ્લેન્ડ પ્રવાસ ભારત
1લી T20- 22 જાન્યુઆરી - કોલકાતા
બીજી T20 - 25 જાન્યુઆરી - ચેન્નાઈ
ત્રીજી T20 - 28 જાન્યુઆરી - રાજકોટ
ચોથી T20 - 31 જાન્યુઆરી
પાંચમી T20 - 2 ફેબ્રુઆરી - મુંબઈ
પ્રથમ ODI - 6 ફેબ્રુઆરી - નાગપુર
બીજી ODI - 9 ફેબ્રુઆરી - કટક
ત્રીજી ODI - 12 ફેબ્રુઆરી- અમદાવાદ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.