બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 4 વર્ષ બાદ ભારતમાં રમશે આ ખતરનાક બોલર, કોલકાતા T20 માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ 11 ટીમનું એલાન
Last Updated: 02:55 PM, 21 January 2025
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ભારત સામેની પહેલી T20 મેચ માટે પોતાની ટીમ જાહેર કરી છે. આ મેચ 22 જાન્યુઆરી, 2025ના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટ અને ફિલ સોલ્ટ એઠેના ઓપનિંગ કરશે, જેમાં ફિલ સોલ્ટ વિકેટકીપર તરીકે કામ કરશે. જ્યારે કેપ્ટન જોસ બટલર ત્રીજા નંબરે બેટિંગ કરશે.
ADVERTISEMENT
આ ઉપરાંત, ઈંગ્લેન્ડની ટીમમાં બે મોટા ફાસ્ટ બોલર, જોફ્રા આર્ચર અને માર્ક વુડને પણ પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું છે. ખાસ કરીને જોફ્રા આર્ચર માટે આ મેચ ખાસ છે, કારણ કે તેમણે છેલ્લે 20 માર્ચ 2021માં ભારત પર ટી20 મેચ રમ્યા હતા, અને 4 વર્ષ પછી તેમનો ભારતમાં આક્રમક બોલિંગ જોવા મળશે.
ADVERTISEMENT
બેન ડકેટ, ફિલ સોલ્ટ (wk), જોસ બટલર (c), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, જેમી ઓવરટોન, ગુસ એટકિન્સન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.