બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, આવું કારનામું કરનારો દુનિયાનો પહેલો ખેલાડી
Last Updated: 02:59 PM, 7 September 2024
ઇંગ્લેન્ડના શાનદાર બેટ્સમેન ઓલી પોપે ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. ઇંગ્લેન્ડના યુવા બેટ્સમેન ઓલી પોપે શ્રીલંકા વિરુદ્ધ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ વખત આવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. શ્રીલંકા સામેની ઓવલ ટેસ્ટના પહેલા દિવસે ઓલી પોપે સદી ફટકારી હતી. ઓલી પોપની કારકિર્દીની આ સાતમી ટેસ્ટ સદી છે.
ADVERTISEMENT
1⃣0⃣3⃣*
— England Cricket (@englandcricket) September 7, 2024
Go well today, Popey 🙏 pic.twitter.com/kzUndKjhLX
ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં ઓલી પોપનું નામ ચમક્યું
ADVERTISEMENT
ઓલી પોપ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઇતિહાસમાં 7 અલગ-અલગ દેશો સામે પોતાની પહેલી 7 ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ઓલી પોપે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, આયર્લેન્ડ, ભારત, વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકા સામે ટેસ્ટ સદી ફટકારી છે. ઓલી પોપ હવે ખૂબ જ ખાસ બેટ્સમેન બની ગયા છે, કારણ કે તેમના પહેલા વિશ્વનો કોઈ બેટ્સમેન 7 અલગ-અલગ દેશો સામે તેની પ્રથમ 7 ટેસ્ટ સદી ફટકારી શક્યો નથી.
ઓલી પોપની 7 ટેસ્ટ સદી
ઘાતક ફોર્મમાં ઓલી પોપ
ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન ઓલી પોપ ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. શ્રીલંકા સામેની વર્તમાન ટેસ્ટ સીરીઝમાં તે નિયમિત કેપ્ટન બેન સ્ટોક્સની ગેરહાજરીમાં કામચલાઉ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર શ્રીલંકા સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓલી પોપ 103 બોલમાં 103 રન બનાવીને ક્રિઝ પર છે. ઓલી પોપે પોતાની ઇનિંગમાં અત્યાર સુધી 13 ફોર અને 2 સિક્સર ફટકારી છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીની એક વર્ષમાં 847 કરોડની કમાણી, તોય આવકના મામલે આ લિસ્ટમાં છેક 9માં નંબરે
ઓલી પોપના રેકોર્ડ્સ
ઓવલ ટેસ્ટના બીજા દિવસે ઓલી પોપ પાસે કારકિર્દીની બીજી બેવડી સદી ફટકારવાની તક છે. ઓલી પોપે અત્યાર સુધી ઇંગ્લેન્ડ માટે 48 ટેસ્ટ મેચની 85 ઈનિંગ્સમાં 34.00ની એવરેજથી 2720 રન બનાવ્યા છે. ઓલી પોપે આ દરમિયાન 6 સદી અને 13 અડધી સદી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 205 રન છે, જે તેણે જૂન 2023માં લોર્ડ્સમાં આયર્લેન્ડ સામે બનાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.