સ્માર્ટફોન બનાવનારી કંપની સતત પોતાના ફોનને સારો બનાવવા માટે કામ કરે છે. દરરોજ ફોનના લુક ડિઝાઇન અને ટેકનીક પર કામ થાય છે કારણ કે એ એકબીજાથી સારા બની શકે. પરંતુ સ્માર્ટફોન્સની સૌથી મોટી ખામી એમની બેટરી લાઇફ હોય છે. કારણ કે મોંઘામાં મોંઘી ફોનની બેટરી 24 કલાકથી વધારે ચાલી શકતી નથી. પરંતુ હવે એક ફોન આવવાનો છે. જે યૂઝર્સને સ્માર્ટફોન ખરીદવા માટે નજરિયો બદલી નાંખશે. કારણ કે આ કંપનીનો દાવો છે કે એનો ફોન એક વખત ચાર્જ કર્યા બાદ 50 દિવસ સુધી તમારો ફોન ચાર્જ કરવો પડશે નહીં. પરંતુ તમને અજીબ લાગતું હોય પરંતુ આ સત્ય છે.
વાસ્તવમાં ફ્રાંસની એવનીર ટેલિકોમ પોતાના એનરઝાઇઝર બ્રાન્ડ હેઠળ Energinzer Power Max P18k Pop ફોન લોન્ચ કરવાની છે. 1800 mAhની જોરદાર બેટરી સાથે આવશે. ફઓનમાં હેવી ડ્યૂટી બેટરી સાથે જ ડ્યૂલ પોપ અપ સેલ્ફી કેમેરા અને ટ્રિપલ રિયર કેમેરા જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનને કંપની સ્પેનમાં થનારી મોબાઇલ વર્લ્ડ ક્રોંગ્રેસમાં લોન્ચ કરશે.
ફોનની સૌથી મોટી ખાસિયત છે એમાં આપવામાં આવેલી 18000 mAhની બેટરી. કંપનીનો દાવો છે કે આ બેટરીની મદદથી યૂઝર્સ 90 કલાકના કોલિંગ સાથે જ 100 કલાક મ્યૂઝિક અને 2 દિવસ સુધી વીડિયોની મજા માણી શકે છે. એના માટે બસ શરત એક જ છે કે ફોનની બેટરી 100 ટકા ચાર્જ હોવી જોઇએ. સાથે જ કંપનીએ જણાવ્યું કે સ્ટેન્ડ બાય મોડમાં આ બેટરી 50 દિવસનો બેકઅપ આપશે.
બેટરીને ઓછા સમયમાં ફુલ ચાર્જ કરવા માટે યૂએસબી 2.0 પાવર ડિલીવરી સિસ્ટમ આપવામાં આવી છે જે 18 વોટની ક્વિક ચાર્જિંગ સપોર્ટ કરે છે. એની સાથે જ યૂઝર્સ આ ફોનને પાવર બેંક તરીકે પણ ઉપયોગ કરીને બીજા ફોન્સ અને એક્સેસરીઝને ચાર્જ કરી શકે છે.
બેટરી બાદ આજકાલ ફોનની રેમ સૌથી વધારે મહત્વની હોય છે. પી70 પ્રોસેસર પર કામ કરતો આ ફોન 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજની સાથે લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત ફોટોગ્રાફીનો શોખ ધરાવતા લોકોને પણ આ ફોન ખૂબ પસંદ પડશે. ફોનની બેકમાં 12 મેગાપિક્સલ 5 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ટ્રેપિલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે ફ્રંટમાં પોપ અપ કેમેરામાં એક કેમેરો 16 મેગાપિક્સલનો છે જ્યારે બીજું સેન્સર 2 મેગાપિક્સલનું છે.