બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:50 PM, 13 July 2024
Prophecy of Baba Venga : બલ્ગેરિયાના બાબા વાંગાની ભવિષ્યવાણી આ દિવસોમાં ફરી ચર્ચામાં આવી છે. બાબા વેંગાના મૃત્યુને ત્રણ દાયકા વીતી ગયા પછી પણ લોકો તેમની આગાહીઓથી ચિંતિત છે. બાબા વેંગાએ આગાહી કરી છે કે, માનવતાના લુપ્ત થવાની શરૂઆત વર્ષ 2025થી જ થશે. તેઓ કહે છે કે, એક પછી એક આપત્તિજનક ઘટનાને કારણે આવું થશે. બાબા વેંગા બીજા વિશ્વયુદ્ધ અંગેની તેમની ભવિષ્યવાણી સાચી પડયા બાદ ચર્ચામાં આવ્યા હતા.
ADVERTISEMENT
બાબા વેંગાનો જન્મ વર્ષ 1911માં થયો હતો. 12 વર્ષની ઉંમરે ધૂળની ડમરીના કારણે તેમણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. બાબા વેંગાનું નિધન વર્ષ 1996માં થયું હતું પરંતુ તેમણે તેના પહેલા સેંકડો વર્ષો સુધી ભવિષ્યવાણી કરી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બાબા વેંગા દ્વારા વર્ષ 2025 માટે કરવામાં આવેલી ભવિષ્યવાણી ખૂબ જ ડરામણી છે. તેમણે કહ્યું છે કે, આ વર્ષથી જ માનવતાનો વિનાશ શરૂ થઈ જશે.
ADVERTISEMENT
માણસ શુક્ર પર ઊર્જાની શોધ કરશે
બાબા વેંગાએ કહ્યું છે કે માનવતાના પતનની શરૂઆત વર્ષ 2025માં એક આપત્તિજનક ઘટનાથી થશે. વર્ષ 2025માં જ યુરોપમાં એક વિનાશક સંઘર્ષ શરૂ થશે જેનાથી ભારે તબાહી થશે અને અહીંની મોટી વસ્તી ખરાબ રીતે પ્રભાવિત થશે. બાબા વેંગાએ કહ્યું છે કે, વર્ષ 2028 સુધીમાં મનુષ્ય શુક્રમાંથી ઊર્જા મેળવવાનો પ્રયાસ કરશે. આ પછી 2033માં હવામાનમાં મોટો ફેરફાર થશે. એવું કહેવાય છે કે, ધ્રુવીય બરફ પીગળવાને કારણે સમુદ્રનું સ્તર વધશે.
2130માં માણસનો એલિયન્સ સાથે સંપર્ક થશે
બાબા વેંગાએ કહ્યું છે કે, વર્ષ 2076 સુધીમાં સમગ્ર વિશ્વમાં સામ્યવાદ ફેલાઈ જશે અને 2130માં માનવીઓ એલિયન્સ સાથે સંપર્ક કરશે. વેંગાના મતે વર્ષ 2170માં વિશ્વભરમાં દુષ્કાળ પડશે. જેના કારણે પૃથ્વી પર ક્લાઈમેટ ચેન્જની અસર વધશે. બાબા વેંગાએ 3005 માટે સૌથી ખતરનાક આગાહી કરી છે. તેમણે કહ્યું છે કે, 3005માં પૃથ્વી અને મંગળ વચ્ચે યુદ્ધ થશે. તેમના મતે 3797 સુધીમાં પૃથ્વી માનવ વસવાટ માટે યોગ્ય રહેશે નહીં. જેના કારણે માનવીને અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડશે. આ રીતે વર્ષ 5079 સુધીમાં પૃથ્વી પરથી બધું જ નાશ પામશે.
બાબા વેંગાએ 9/11ના હુમલાની કરી હતી ભવિષ્યવાણી
બાબા વેંગાની કેટલીક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે જેના કારણે લોકો ડરી ગયા છે. પ્રિન્સેસ ડાયનાના મૃત્યુ અને અમેરિકામાં 9/11ના હુમલાને લઈને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ભવિષ્યમાં કેટલી સાચી પડશે તે કહેવું મુશ્કેલ છ, પરંતુ કેટલાક લોકો ભવિષ્ય વિશે કહેવાતી બાબતો પર ચોક્કસપણે ધ્યાન આપે છે. હાલમાં વિશ્વ ઘણા સંકટ અને પર્યાવરણીય પડકારોનો સામનો કરી રહ્યું છે આવી સ્થિતિમાં બાબા વેંગાની આગાહીઓ કોઈ પડકારથી ઓછી નથી.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.